Pics : ક્રિશ 3માં સુપર હીરો જ નહિં, સુપર વુમન પણ...
મુંબઈ, 28 જૂન : બહુ ઓછા સમયમાં બૉલીવુડમાં એક જુદી અને સફળ ઓળખ સ્થાપનાર કંગના રાણાવત હવે દર્શકો સમક્ષ બિલકુલ નવા અંદાજમાં નજરે પડનાર છે. હા જી, હવે દર્શકોને કંગના એક સુપર વુમનના રોલમાં નજરે પડશે. ક્રિશ 3 ફિલ્મમાં હૃતિક રોશન જ સુર હીરો નથી, પણ કંગના રાણાવત પણ સુપર વુમન તરીકે દેખાશે.
કંગનાએ જણાવ્યું કે તેમનો રોલ બહુ રોમાંચક છે. તેઓ ફિલ્મમાં કૅટ વુમનની જેમ દેખાશે. તેમને આ રોલ કરતાં બહુ મજા પડી. આશા છે કે લોકો પણ તેમના આવા નવા અંદાજને પસંદ કરશે. કંગનાએ ફિલ્મમાં એક્શન પણ કરી છે કે જેના માટે તેમણે ચીનના એક્શન દિગ્દર્શકોની મદદ લીધી છે.
ક્રિશ 3 ફિલ્મમાં જોકે કંગના રાણાવત સાથે પ્રિયંકા ચોપરા પણ છે કે જેમની સાથે તેમણે ફિલ્મ ફૅશનમાં પણ કામ કર્યુ હતું. કંગના-પ્રિયંકા ઉપરાંત હૃતિક રોશન તો મેન રોલમાં છે જ, વિવેક ઓબેરૉય પણ છે. વિવેક ખલનાયક બન્યાં છે. ફિલ્મ 4થી નવેમ્બરે રિલીઝ થવાની છે.
આવો તસવીરો સાથે બતાવીએ ક્રિશ 3 ફિલ્મ અંગે રસપ્રદ વાતો :

કંગના સુપર વુમન
કૃષ 3માં સેક્સી કંગના સુપર વુમનના રોલમાં છે કે જેના અંગે તેઓ બહુ ઉત્સાહિત છે.

વિવેક ઓબેરૉય વિલન
ફિલ્મમાં વિવેક ઓબેરૉયે વિલનની ભૂમિકા ભજવી છે.

ટ્રેલર
કૃષ 3નું અધિકૃત ખાસ ટ્રેલર રોહિત શેટ્ટીની ચેન્નઈ એક્સપ્રેસ સાથે 8મી ઑગસ્ટે રિલીઝ કરાશે.

નવેમ્બરમાં રિલીઝ
ફિલ્મ 4થી નવેમ્બરે દીવાળીના એક દિવસ બાદ રિલીઝ થશે.

હૃતિક-પ્રિયંકા
નિર્માતા રાકેશ રોશનને આશા છે કૃષ 3 લોકોને ગમશે. ફિલ્મમાં પુનઃ એક વાર હૃતિક રોશન સાથે પ્રિયંકા ચોપરા છે. આ જોડી કૃષ અને અગ્નિપથમાં પણ હતી.












Click it and Unblock the Notifications
