કુનિકાએ શેર કરી અસરાણી સાથેની એક યાદગાર ક્ષણ

બિગ બોસ 19 માં જોવા મળેલી અભિનેત્રી કુનિકાએ હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમના જીવનમાં મોટો બદલાવ અભિનેતા અસરાનીના કારણે આવ્યો હતો. આ મુલાકાત કોઈ ફિલ્મ સેટ પર નહીં, પરંતુ એક ફ્લાઈટમાં થઈ હતી.

તે સમયે કુનિકા મુંબઈ આવીને રિસેપ્શનિસ્ટની નોકરી શરૂ કરવાની હતી. ફ્લાઈટ દરમિયાન કુનિકાએ અસરાનીને ઓળખ્યા અને જાતે જ વાતચીત કરી. વાતચીત દરમિયાન અસરાનીએ તેમને કહ્યું કે તે અભિનેત્રી બની શકે છે. તેમણે કુનિકાને પોતાનો ફોન નંબર આપ્યો અને બીજા જ દિવસે પોતાની પત્ની મંજુ અસરાની સાથે મુલાકાત કરાવી.

મંજુ અસરાની કુનિકાને વિમલ રોયની ઓફિસે લઈ ગયા, જ્યાં ઘણા લુક ટેસ્ટ પછી તેમને 'પાંચ પાપી' નામની ફિલ્મમાં કામ કરવાની તક મળી. અહીંથી જ કુનિકાની અભિનય યાત્રા શરૂ થઈ. ત્યાર બાદ તેમણે ઘણી ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકાઓ ભજવીને પોતાની અલગ ઓળખ બનાવી.

આજે કુનિકા બિગ બોસ 19 માં છે અને દર્શકોને પોતાના સ્વભાવ અને અનુભવથી પ્રભાવિત કરી રહી છે. તેણીનું કહેવું છે કે, અસરાની સાહેબે મને એક અવસર આપ્યો, જેના પછી મેં પાછળ વળીને જોયું નથી."

હાલમાં જ એક પ્રોમો વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે નેહલ, બસીરના ખોળામાં માથું રાખીને સૂઈ રહી છે. આ દ્રશ્ય પછી ઘરના બાકી સભ્યોએ તેમના સંબંધો પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું.

કુનિકા સદાનંદે તો મજાકમાં કહ્યું કે,તમે લોકો આ પળનો આનંદ લો, પરંતુ બાકી સ્પર્ધકોનો અભિપ્રાય થોડો અલગ હતો. ગૌરવ ખન્નાએ ફરહાના ભટ્ટને કહ્યું કે જો તેમનો લવ એંગલ થોડો વધુ ચાલતો તો શોમાં માહોલ અલગ હોત.

આના પર ફરહાનાએ જવાબ આપ્યો કે તેમને શોમાં ટકી રહેવા માટે કોઈ ખોટા સંબંધની જરૂર નથી. તેમણે દાવો કર્યો કે, "બસીર તરફથી આ નકલી છે, નેહલ વિશે કશું કહી શકતી નથી." અભિષેક બજાજે તો સ્પષ્ટ કહ્યું કે "બંને બેસીને પર્ફોર્મ કરી રહ્યા છે."

સોશિયલ મીડિયા પર પણ લોકોએ આ સંબંધને નકલી ગણાવ્યો છે. એક યુઝરે લખ્યું, "બિગ બોસે આવા નકલી લવ એંગલને સ્ક્રીન ટાઈમ આપવાનું બંધ કરવું જોઈએ." આ પ્રોમો જોયા પછી દર્શકો મેકર્સને પણ ખરી ખોટી સંભળાવી રહ્યા છે.

આ ઉપરાંત મેકર્સ પર પક્ષપાતી હોવાના આરોપો પણ લાગતા રહ્યા છે. દર્શકોનું કહેવું છે કે મેકર્સ અમાલ મલિકને સપોર્ટ કરી રહ્યા છે. એટલું જ નહીં, લોકો હવે એ પણ અનુમાન લગાવવા લાગ્યા છે કે બિગ બોસ 19 ના વિજેતા અમાલ મલિક જ હશે.

કારણ કે સલમાન પણ તેમની ભૂલોને નજરઅંદાજ કરે છે અને તેમની છબી સ્વચ્છ કરી રહ્યા છે. જોકે બિગ બોસ 19 નો વિજેતા કોણ હશે તે જોવું રહ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X