Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ક્યાં છે પેલો ‘ચિન્ના’ : સેક્સ વર્કરો વચ્ચે ઘેરાયો લક્ષ્મીનો ચિન્ના!

મુંબઈ, 25 માર્ચ : હા જી. આપે બરાબર સાંભળ્યું. દેશના જાણીતા ફિલ્મમેકર નાગેશ કુકુનૂરને ખૂબ ગાળો પડી છે, કારણ કે નાગેશે એક ફિલ્મબનાવી છે લક્ષ્મી કે જે વેશ્યાવૃત્તિ પર આધારિત છે. લક્ષ્મી માટે મુંબઈના રેડલાઇટ એરિયામાં નાગેશે એક સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યુ હતું. તેમની ઇચ્છા હતી કે સમાજને એક મૅસેજ આપનાર લક્ષ્મી વેશ્યાઓ જરૂર જુએ, પણ તેમનો આ વિચાર તેમની ઉપર જ ભારે પડી ગયો.

નાગેશ કુકુનૂરે સેક્સ વર્કરો માટે અહીંના ગ્રાન્ટ રોડ ખાતે અલંકાર સિનેમા ઘરમાં લક્ષ્મી ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યુ હતું. દરમિયાન રોષે ભરાયેલી સેક્સ વર્કરોના એક જૂથે ફિલ્મકાર સાથે વકરી. આ જૂથ જાણવા માંગતુ હતું કે લક્ષ્મી ફિલ્મમાં ધુતારા દલાલ ચિન્નાની ભૂમિકા કોણે ભજવી છે. સેક્સ વર્કરોએ સ્ક્રીનિંગ બાદ નાગેશ સામે કહ્યું - જો પેલો ચિન્ના મળી જાય, તો અમે તેને એવો બોધપાઠ આપીશું કે તેને તેની નાની યાદ આવી જશે.

ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

અને નાગેશ ભરાઈ ગયાં

અને નાગેશ ભરાઈ ગયાં

જ્યારે સેક્સ વર્કરોને જાણ થઈ કિ લક્ષ્મીમાં દુષ્ટ દલાલ ચિન્નાની ભૂમિકા પોતે નાગેશ કુકુનૂરે ભજવી છે, તો તેમણે પોતાનો રોષ નાગેશ ઉપર ઠાલવી દીધો.

ગાળનો મારો

ગાળનો મારો

રોષે ભરાયેલ સેક્સ વર્કરોએ નાગેશ ઉપર ત્યાં સુધી અપશબ્દો અને ગાળનો વરસાદ ચાલુ રાખ્યો કે જ્યાં સુથી તેઓ ત્યાંથી જતા ન રહ્યાં.

લાગણીશીલ હતું વાતાવરણ

લાગણીશીલ હતું વાતાવરણ

આ વિશે ફિલ્મના સહ-નિર્માતા ઇલાહી હેપ્તુલ્લાએ જણાવ્યું - ફિલ્મનું આ સ્ક્રીનિંગ માત્ર કમાઠીપુરી (મુંબઈના રેડ લાઇટ એરિયા)ના સેક્સ વર્કરો માટે હતી. માહોલ લાગણીશીલ અને જોશપૂર્ણ હતો. પડદા ઉપર જે કંઈ દર્શાવાયું, મહિલાઓની તેના પ્રત્યે સમ્પૂર્ણ સહાનુભૂતિ હતી.

તેમની વાર્તા લાગી...

તેમની વાર્તા લાગી...

ઇલાહી હેપ્તુલ્લાએ કહ્યું - સેક્સ વર્કરોને લાગ્યું કે પડદા ઉપર તેમની અને દલાલની વાર્તા ચલાવવામાં આવી છે. દલાલની ભૂમિકા અમારા દિગ્દર્શક નાગેશે ભજવી છે.

નાગેશે નરસાઈનું પ્રતિનિધિત્વ કર્યું

નાગેશે નરસાઈનું પ્રતિનિધિત્વ કર્યું

ઇલાહીએ કહ્યું - નાગેશે સેક્સ વર્કરોની જિંદગીમાં જે ખરાબ હતું, તેનું પ્રતિનિધિત્વ કર્યું, પણ સેક્સ વર્કરોના ગુસ્સાથી અમને અહેસાસ થયો કે અમે સત્ય ઉપર ઘા કર્યો છે અને અમે પોતાના મકસદમાં સફળ નિવડ્યાં છીએ.

હવે હિમ્મત કરશે?

હવે હિમ્મત કરશે?

નાગેશ લક્ષ્મી ફિલ્મ દેશના તમામ રેડ લાઇટ એરિયામાં દર્શાવવા માંગે છે, પરંતુ અલંકાર સિનેમામાં જે થયું, તે પછી તેઓ આ અંગે આગળ હિમ્મત કરશે કે કેમ?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X