For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લમ્બી જુદાઈ... દમાદમ મસ્ત કલંદર... ફૅમ ગાયિકા રેશ્માનું નિધન

|
Google Oneindia Gujarati News

લાહોર, 3 નવેમ્બર : જાણીતા ગાયક રેશ્માનું નિધન થઈ ગયું છે. તેઓ ગળાના કૅંસરથી પીડાતા હતાં. તેઓ હાલ લાહોર હતાં. તેમનો જન્મ રાજસ્થાનના બીકાનેર ખાતે થયો હતો, પરંતુ ભાગલા બાદ તેઓ પાકિસ્તાન જતા રહ્યા હતાં. બૉલીવુડ ફિલ્મ હીરોનું ગીત લમ્બી જુદાઈ... રેશ્માએ ગાયુ હતું.

reshma
મળતી માહિતી મુજબ રેશ્માએ આજે સવારે લાહોરની એક હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધાં. રેશ્માનો જન્મ 1947માં બીકાનેરના રતનગઢ તાલુકાના લોહા ગામે થયો હતો. તેઓ વીસ વરસથી ગળાના કૅંસરથી પીડાતા હતાં. રેશ્માએ કોઈ શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી નહોતી. તેઓ એક વણઝારા પરિવારમાં જન્મ્યા હતાં. ભાગલા બાદ તેમનો પરિવાર લાહોરમાં વસી ગયો.

રેશ્મા અભણ હતાં. તેઓ હમેશા ભારત-પાકિસ્તાન મૈત્રીની વાત કરતા હતાં. રેશ્માની ગાયિકીથી ભૂતપૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધી બહુ પ્રભાવિત હતાં અને ઇંદિરાએ તેમને બોલાવ્યા હતાં. રેશ્માએ ઇંદિરા ગાંધી સામે પણ ગાયુ હું. 2006માં તે વખતના વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ જ્યારે અમૃતસરથી લાહોર બસ લઈને ગયાં, ત્યારે તે બસના પ્રવાસીઓમાં રેશ્મા અને તેમના પરિવારજનોનો સમાવેશ થતો હતો.

રેશ્માએ સૌ પ્રથમ રેડિયો પાકિસ્તાન ઉપર ગાયું. તેમના સૌથી જાણીતા ગીતોમાં દમાદમ મસ્ત કલંદર..., હાય ઓ રબ્બા..., નહિયો લગ્દા દિલ મેરા..., સુન ચરખે દી મિટ્ઠી મિટ્ઠી કૂક માહિયા..., વે મૈં ચોરી ચોરી... અને અક્ખઇયાં નૂં રૈહ્ન દે અક્ખિયાં દે કોલ...નો સમાવેશ થાય છે. અક્ખિયોં નૂં રૈહ્ન દે અક્ખિયાં દે કોલ.... ગીતને રાજ કપૂરે 1973માં નિર્મિત બૉબી ફિલ્મમાં હિન્દી અનુવાદ કરી અક્ખિયોં કો રહને દે અક્ખિયોં કે પાસ... તરીકે ઉમેર્યું.

ધીમે-ધીમે રેશ્માના ગીતો સરહદ ઓળંગી ભારતમાં લોકપ્રિય થવા લાગ્યાં. 1980-90 દરમિયાન જ્યારે ભારત-પાક વચ્ચે કલાકારોને આવાગમનની છૂટ અપાયી, ત્યારે રેશ્માએ ભારતમાં ગીતો ગાયાં. સુભાષ ઘઈએ પોતાની ફિલ્મ હીરોમાં તેમના કંઠે લમ્બી જુદાઈ... ગીત ગવડાવ્યું કે જે આજે પણ એટલું જ લોકપ્રિય છે. રેશ્માએ હિન્દી-પંજાબી ઉપરાંત સિંધી, રાજસ્થાન, પહાડી-ડોગરી તથા પશ્તોમાં ગીતો ગાયાં છે.

English summary
A renowned Pak folk singer Reshma, who was suffering from throat cancer for a long time, passed away in Lahore on Sunday morning, hospital sources said. She was sang famous song lambi judai... from Hero.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X