લતા મંગશેકરના બાળપણથી લઈને જવાની સુધીના દુર્લભ ફોટા
આવો જોઈએ લતા મંગશેકરના બાળપણથી લઈને જવાની સુધીના દુર્લભ ફોટા.
મુંબઈઃ સ્વર કોકિલાના નામથી લોકપ્રિય ગાયિકા લતા મંગેશકરનુ રવિવારે 92 વર્ષની વયે નિધન થઈ ગયુ. લતા મંગેશકરને આ વર્ષે જાન્યુઆરી મહિનાની શરુઆતમાં કોવિડ સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થિતિમાં સુધારો ન થયા બાદ તેમને આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી બૉલિવુડ સહિત આખો દેશ શોકમાં ડૂબી ગયો છે. લતા મંગેશકરે પોતાના કરિયરમાં 30 હજારથી પણ વધુ ગીતો ગાયા છે. આવો જોઈએ તેમના અમુક દુર્લભ ફોટા.

1929 ઈંદોરમાં થયો હતો જન્મ
લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર, 1929ના રોજ ઈંદોરના જાણીતા સંગીતકાર દીનાનાથ મંગેશકરના ઘરે થયો હતો.

પાંચ વર્ષની ઉંમરે શરુ કર્યુ ગાવાનુ
લતા મંગશકરે પાંચ વર્ષની ઉંમરથી જ ગાવાનુ શરુ કરી દીધુ હતુ. તેઓ પોતાના પિતાજી પાસેખ સંગીત શીખતા હતા.

13 વર્ષની ઉંમરમાં જ પિતાનુ નિધન
લતા મંગશકર માત્ર 13 વર્ષના હતા જ્યારે તેમના માથેથી પિતાનુ છત્રછાયા જતી રહી હતી.

લતાદીદીના ખભે આવી પરિવારની જવાબદારી
લતા દીદીના ખભે પરિવારની જવાબદારીઓ આવી ગઈ, જેના કારણે તેઓ સ્કૂલે જઈ શક્યા નહોતા.

માત્ર 2 દિવસ સ્કૂલે ગયા લતા મંગેશકર
એક ઈન્ટરવ્યુમાં લતા મંગેશકરે જણાવ્યુ હતુ કે તે માત્ર 2 દિવસ જ સ્કૂલે ગયા હતા. ત્યારબાદ લતા નાટકો અને પ્રોગ્રામમાં કામ કરવા લાગ્યા જેથી ઘર ચાલી શકે.












Click it and Unblock the Notifications
