લતા ઉવાચ્ ‘હું સાજી-માજી છું’ : શશિ-કાદર-પ્રાણ બન્યા ફેક ડેથનો ભોગ!

મુંબઈ, 27 માર્ચ : ભારતના સુરકોકિલા લતા મંગેશકર તે વખતે આશ્ચર્યમાં મુકાઈ ગયાં કે જ્યારે તેમને જાણ થઈ કે કોઇએ ટ્વિટર પર લખી દીધું છે કે બુધવારે લતા મંગેશકર હૃદય રોગના હુમલાનો ભોગ બન્યાં છે. ટ્વિટર પર આ સંદેશ આવતા જ લોકોમાં હોબાળો મચી ગયો. બીબીસી હિન્દીની માનીએ, તો અનેક લોકોએ મીડિયા હાઉસમાં ફોન પણ કરી દીધો લતા મંગેશકર વિશે જાણવા માટે. જ્યારે બહુ હંગામો થયો અને લતાના કાને પણ આ વાત પહોંચી, તો તેમણે તરત જ ટ્વિટર પર તેનું ખંડન કર્યું.

લતા મંગેશકરના ટ્વીટ બાદ તેમના ફૅન્સને રાહત થઈ. તેમણે લતાના સારા આરોગ્ય માટે ટ્વિટર ઉપર ઈશ્વરને પ્રાર્થના કરી. લતા મંગેશકર સ્વસ્થ છે. આ વાતની પુષ્ટિ તેમના ઘરના લોકોએ પણ કરી દીધી છે. તેમના જણાવ્યા મુજબ લતા મંગેશકર હાલ સ્વસ્થ છે અને આજકાલ ટી-20 વર્લ્ડ કપનો આનંદ લઈ રહ્યાં છે. લતા મંગેશકર વધતી વયના પગલે હવે ગાતા નથી અને જાહેર સમારંભોમાં પણ બહુ દેખાતાં નથી. ગત જાન્યુઆરીમાં લતા મંગેશકર ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે ઐ મેરે વતન કે લોગોં... ગીતના પચાસ વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં મુંબઈ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં દેખાયા હતાં.

ખેર, હાલ તો જોઇએ કે કઈ-કઈ હસ્તીઓ બની છે આવી ફેક ડેથ અને અફવાઓનો ભોગ :

લતા મંગેશકર

લતા મંગેશકર

લતા મંગેશકર અંગે કોઇએ ટ્વીટ કરી નાંખ્યું કે તેઓ હૃદય રોગના હુમલાનો ભોગ બન્યાં છે, પરંતુ લતાએ ટ્વીટ કરી ખંડન કર્યું છે. લતાએ કહ્યું છે કે તેઓ સ્વસ્થ છે.

વર્લ્ડ કપનો આનંદ

વર્લ્ડ કપનો આનંદ

લતા મંગેશકરના પરિજનોએ જણાવ્યું કે લતા હાલ ટી-20 વર્લ્ડ કપનો આનંદ માણી રહ્યાં છે.

પ્રાણ

પ્રાણ

બૉલીવુડના મહાન વિલન પ્રાણ જોકે હાલ હયાત નથી, પરંતુ જે વખતે તેઓ ગંભીર રીતે બીમાર હતાં, ત્યારે અનેક વખત સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર તેમના નિધન અંગેના ખોટા સમાચારો વહેતા થયા હતાં.

શશિ કપૂર

શશિ કપૂર

લીજેન્ડરી અભિનેતા શશિ કપૂર 76 વર્ષના થઈ ગયા છે અને અનેક વખત તેઓ હૉસ્પિટલમાં દાખલ થતા રહે છે, પરંતુ થોડાક સમય અગાઉ તેમના નિધન અંગે પણ ફેક ન્યુઝ વહેતા થયા હતાં.

કાદર ખાન

કાદર ખાન

વિલન અને કૉમેડિયન કાદર ખાન અંગે પણ નિધનની અફવાઓ ચાલી હતી અને ગુજરાત કોંગ્રેસે તો તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પી દીધી હતી. જોકે કાદર ખાન હાલ માત્ર જીવિત જ નથી, પણ પોતાના દીકરાઓને બૉલીવુડમાં લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યાં છે.

શશિ થરૂર

શશિ થરૂર

તાજેતરમાં પત્ની સુનંદા પુષ્કરના મોત અંગે ચર્ચામાં રહેલા શશિ થરૂર તે અગાઉ પણ ટ્વિટર ઉપર અતિ એક્ટિવ રહેતા રહ્યાં છે અને તે જ દરમિયાન તેમના વિશે પણ આવા જ ખોટા સમાચારો વહેતા થયા હતાં.

રાખી સાવંત

રાખી સાવંત

આયટમ ગર્લ અને ચર્ચામાં રહેવા માટે જાણીતા રાખી સાવંત પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર તેમના વિશે અફવાઓ અંગે ચર્ચામાં રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X