દિવંગત એક્ટર પુનીત રાજકુમારને કર્ણાટક રત્નથી કરવામાં આવશે સમ્માનિત

કર્ણાટક સરકાર સ્વર્ગસ્થ કન્નડ ફિલ્મ અભિનેતા પુનીત રાજકુમારને કર્ણાટક રત્નથી સન્માનિત કરશે.

બેંગલુરુઃ કર્ણાટક સરકાર સ્વર્ગસ્થ કન્નડ ફિલ્મ અભિનેતા પુનીત રાજકુમારને કર્ણાટક રત્નથી સન્માનિત કરશે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ બેંગલુરુમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આયોજિત લાલબાગ બગીચાના પ્રખ્યાત ફ્લાવર શોનુ ઉદ્ઘાટન કરતી વખતે આ જાહેરાત કરી હતી. તેઓએ 1 નવેમ્બરના રોજ કન્નડ ફિલ્મ સ્ટાર ડૉ. પુનીત રાજકુમારને 'કર્ણાટક રત્ન' એવોર્ડ આપવાનું નક્કી કર્યુ છે.

Puneeth Rajkumar

તમને જણાવી દઈએ કે અભિનેતા પુનીત રાજકુમારનુ ગત દિવસોમાં અચાનક હાર્ટ એટેકથી નિધન થયુ હતુ. પુનીત રાજકુમાર કન્નડ ફિલ્મના દિગ્ગજ રાજકુમારના પુત્ર પણ હતા. મહત્વની વાત એ છે કે પુનીત રાજકુમારના અભિનેતા પિતા રાજકુમારને વર્ષ 1992માં કર્ણાટક રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેઓ કર્ણાટક રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા.

પુનીત રાજકુમારનું માત્ર 49 વર્ષની વયે અવસાન થયુ જેનાથી ચાહકોને મોટો આઘાત લાગ્યો. પુનીત રાજકુમારનુ 29 ઓક્ટોબર 2021ના રોજ અવસાન થયુ. પુનીત કુમાર એવા અભિનેતા છે જેમણે તેમની અભિનય કારકિર્દીમાંથી મોટાભાગની કમાણી સમાજ સેવામાં ખર્ચી છે. સેંકડો કન્યાઓના શિક્ષણમાં મદદ કરવા ઉપરાંત તેમણે હંમેશા તેમની મહેનતની કમાણી ગરીબો સહિત સમાજના ગરીબ વર્ગ માટે સેવાકીય કાર્યોમાં સમર્પિત કરી. આ જ કારણ હતુ કે તેમના નિધનથી તેમના ચાહકોને મોટો આઘાત લાગ્યો હતો. તેમના અંતિમ દર્શન માટે બેંગલુરુમાં લાખો લોકો ઉમટ્યા હતા. સ્વર્ગસ્થ પુનીત રાજકુમારને સમગ્ર કર્ણાટકમાં ભગવાનની જેમ પૂજવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X