For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રવિશંકરનાં આલબમ ધ લિવિંગ રૂમ સેશંસ પાર્ટ 1ને ગ્રૅમી ઍવૉર્ડ

|
Google Oneindia Gujarati News

લૉસ એંજલ્સ, 11 ફેબ્રુઆરી : પ્રખ્યાત ભારતીય સિતાર વાદક પંડિત રવિશંકરને તેમના નિધનના બે માસ બાદ ગ્રૅમી ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યું છે. રવિશંકરના ધ લિવિંગ રૂમ સેશંસ પાર્ટ 1 આલબમે સર્વશ્રેષ્ઠ વિશ્વ સંગીત આલબમ ગ્રૅમી જીત્યો છે.

-pandit-ravishankar

આ આલબમમાં ભારતીય શાસ્ત્રીય સંગીતની વિવિધ શૈલીઓનો સમાવેશ કરાયો છે. રવિશંકરના પુત્રી અનુષ્કા પણ પોતાના આલબમ ટ્રૅવલર માટે આ જ શ્રેણીમાં નામાંકિત થયા હતાં. તેમણે રવિવારે યોજાયેલ ગ્રૅમી ઍવૉર્ડ સમારંભમાં પોતાના પિતા તરફથી અનુષ્કાએ ઍવૉર્ડ પ્રાપ્ત કર્યો.

પંડિત રવિશંકરનું 92 વર્ષની વયે ગત વર્ષ ડિસેમ્બરમાં નિધન થયુ હતું. આ અગાઉ કૅલીફોર્નિયાના લા જોલાની એક હૉસ્પિટલમાં તેમના હૃદયની સર્જરી થઈ હતી. પંડિત રવિશંકરને મરણોપરાંત લાઇફટાઇમ ઍચીવમેંટ ગ્રૅમી ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં.

ગ્રૅમી સમારંભની પૂર્વ સંધ્યાએ શનિવારે લૉસ એંજલ્સમાં યોજાયેલ એક ખાસ સમારંભમાં અનુષ્કાર શંકર તથા રવિશંકરના બીજા પુત્રી નોરાહ જોન્સે પિતા તરફથી મરણોપરાંત લાઇફટાઇમ ઍચીવમેંટ પુરસ્કાર પ્રાપ્ત કર્યું. નોરાહ પણ અત્યાર સુધી નવ ગ્રૅમી ઍવૉર્ડ જીતી ચુક્યાં છે.

English summary
Indian sitar player Ravi Shankar’s daughter Anoushka accepted a Grammy on behalf of her late father.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X