Pics: જુઓ ટાઇગર શ્રોફ તેની ગર્લફ્રેન્ડ સાથે ક્યાં ફરી રહ્યો છે!
ટાઇગર શ્રોફને અનેક વાર મિસ્ટ્રી ગર્લ સાથે અહીં તહીં ફરતો જોવામાં આવ્યો છે. જો કે આ મિસ્ટ્રી ગર્લ પણ છે એટલી જ પોપ્યુલ મોડેલ. અને તેણે 2013માં મિસ ઇન્દોરના ફસ્ટ રનર અપનું ટાઇટલ પણ જીત્યું છે. ત્યારે આ સુંદર છોકરી હાલ ટાઇગર શ્રોફ સાથે અનેક જગ્યાએ જોવા મળી રહી છે.
એટલું જ નહીં આ બન્ને પ્રેમી પંખીડાઓને કેટલીય વાર બ્રાન્દ્રામાં સ્પોર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ ખબરોનું માનીએ તો બન્ને જણા એક જ જગ્યાએ જીમમાં પણ જાય છે. અને ત્યાં સાથે જ વર્કઆઉટ કરીને ટાઇમ સ્પેન્ડ કરે છે. વળી બાગી ફિલ્મમાં આ બન્ને સાથે કામ કરવાના પણ હતા પણ કંઇક કારણવશ આ ફિલ્મ ના બની તેમ છતાં આ બન્ને જણા એકબીજાની સાથે સારો ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે.
જો કે આ તમામ પુરાવા છતાં ટાઇગર શ્રોફને પોતાની આ રિલેશનશીપ મીડિયા સમક્ષ કબૂલવામાં બિલકુલ રસ નથી. તેના મતે તો તેઓ હાલ ખાલી સારા મિત્રો છે. પણ આ તસવીરો તો કંઇક બીજું જ કહે છે. તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો કોણ છે ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ...

ટાઇગર શ્રોફ
હિરોપંતી બાદ સુપર સ્ટાર બની ગયેલા બોલીવૂડ એક્ટર ટાઇગર શ્રોફને બ્રાન્દ્રાના એક રેસ્ટોરન્ટમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો.

દિશા
અને આ છે ટાઇગર શ્રોફની ગર્લફેન્ડ દિશા. દિશા એક જાણીતી મોડેલ છે. અને તેણે 2013માં ફેમિના મિસ ઇન્ડિયા ઇન્દોરમાં ફસ્ટ રનર અપ તરીકેનો ખિતાબ પણ જીત્યો છે.

ટાઇગર શ્રોફ
જો કે ટાઇગર શ્રોફે તેમની વચ્ચે પ્રેમની અફવાઓને નકારી છે. પણ પાછલા લાંબા સમયથી આ બન્ને જણા એકબીજા સાથે સારો એવો ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે.

દિશા પટનાની
તમે દિશાને આ પહેલા અનેક એડમાં જોઇ હશે. વળી ખબર તો એ પણ હતી કે બાધીમાં શ્રદ્ઘા કપૂરની જગ્યાએ પહેલા દિશાને લેવાની હતી.

બાધી
ત્યારે હાલ તો ટાઇગર સાજીદ નડિયાવાળાની ફિલ્મ બાધીમાં દેખાવાના છે. અને તેમાં તેમની સાથે લીડ રોલમાં હશે શ્રદ્ધા કપૂર.












Click it and Unblock the Notifications
