Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : અમિતાભે મૈત્રીની લાજ રાખી, તો ‘વારસદારો’ પણ પહોંચ્યાં

મુંબઈ, 13 જુલાઈ : બૉલીવુડના દિગ્ગજ અભિનેતા પ્રાણ થોડાંક કલાક પહેલાં જ પંતમહાભૂતમાં વિલીન થઈ ચુક્યાં છે. તેમના પુત્ર સુનીલે તેમને અગ્નિદાહ આપ્યો. તેમના અંતિમ સંસ્કારમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સિવાય કોઈ મહત્વની કે મોટી બૉલીવુડ હસ્તી હાજર નહોતી. જોકે વિલન ઑફ મિલેનિયમ પ્રાણના અંતિમ સંસ્કારમાં બૉલીવુડમાં પ્રાણની વિલનગિરીનો વારસો જાળવતાં કેટલાંક મોટા વિલનો જરૂર હાજર રહ્યા હતાં. તેમની હાજરી ઉડીને આંખે વળગતી હતી.

પ્રાણનું ગઈકાલે રાત્રે સાડા આઠ વાગ્યે નિધન થઈ ગયું. આજે તેમના નિવાસસ્થાનેથી નિકળેલી પ્રાણની અંતિમ યાત્રામાં અમિતાભ ઉપરાંત અનુપમ ખેર અને શક્તિ કપૂર, ડેની તથા લેખક-ગીતકાર ગુલઝાર અને શત્રુઘ્ન સિન્હા સિવાય કોઈ મોટી હસ્તી દેખાઈ નહીં. અમિતાભ બચ્ચન પ્રાણના ખૂબ જ નજીકના મિત્ર ગણાય છે. એટલે જ તેમને આવતાં મોડું થયો, તો મીડિયામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી, પરંતુ અમિતાભ થોડાક મોડે પણ પહોંચી ગયાં અને મૈત્રીની લાજ રાખી.

આવો આપને તસવીરોમાં બતાવીએ પ્રાણના અંતિમ સંસ્કારમાં હાજર રહેનારાઓની વિગતો :

અંતિમ યાત્રા

અંતિમ યાત્રા

પ્રાણનું ગઈકાલે રાત્રે સાડા આઠ વાગ્યે નિધન થયુ હતું અને આજે બપોરે બાર વાગ્યે તેમની અંતિમ યાત્રા નિકાળવામાં આવી. તેઓ 93 વર્ષના હતાં.

અનુપમ ખેર

અનુપમ ખેર

અનેક ફિલ્મોમાં વિલન તરીકે ભૂમિકા ભજવનાર અનુપમ ખેર પ્રાણના અંતિમ સંસ્કારમાં પહોંચ્યાં. તેમણે જણાવ્યું કે પ્રાણનું જવું બૉલીવુડ માટે નુકસાનજનક છે.

શક્તિ કપૂર

શક્તિ કપૂર

બૉલીવુડમાં પ્રાણની વિલનગિરીનો વારસો જાળવનાર વધુ એક વિલન શક્તિ કપૂરે જણાવ્યું કે પ્રાણ જેવો કોઈ હતો નહીં અને હશે પણ નહીં.

ડેની

ડેની

બૉલીવુડમાં કુખ્યાત વિલન તરીકે જાણીતાં ડેનીએ પણ પ્રાણના અંતિમ સંસ્કારમાં હાજરી આપી.

ફાળકે પુરસ્કાર

ફાળકે પુરસ્કાર

પ્રાણને થોડાંક સમય પહેલાં જ ભારત સરકારે દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કર્યા હતાં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X