રણબીર-કૅટ દુઃખમાં પણ સાથ-સાથ, રવિ ચોપરાના અંતિમ દર્શને પહોંચ્યું બૉલીવુડ
મુંબઈ, 13 નવેમ્બર : બૉલીવુડના જાણીતા દિગ્દર્શક રવિ ચોપરાનું ગઈકાલે નિધન થઈ ગયું. તેઓ 68 વર્ષના હતાં. ટેલીવિઝન પર મહાભારત જેવી જાણીતી સીરિયલને સાકાર કરનાર રવિ ચોપરા લાંબા સમયથી બીમાર હતાં. ભારતીય દર્શકોને ટીવી સાથે જોડવાનો શ્રેય રવિ ચોપરાને આપવામાં આવે, તો ખોટુ નહીં ગણાય.
તે દોરમાં મહાભારત જેવા મહાકાવ્યને પડદે કંડારવા માટે જેટલી કલ્પના કરવી જોઇતી હતી, તેટલા હુનરની પણ જરૂર હતી. રવિ ચોપરાએ મહાભારતનું નિર્માણ કરી ભારતીય ટીવીને એક નવી દિશા આપી હતી.
રવિ ચોપરા જાણીતા નિર્માતા-દિગ્દર્શક બી આર ચોપરાના દીકરા અને યશ ચોપરાના ભત્રીજા હતાં. રવિ ચોપરાએ ધ બર્નિંગ ટ્રેન, બાગબાન અને બાબુલ જેવી ફિલ્મોનું પણ દિગ્દર્શન કર્યુ હતું. તાજેતરમાં જ તેમણે ભૂતનાથ સિરીઝને પણ પ્રોડ્યુસ કરી હતી.
ચાલો તસવીરોમાં જોઇએ રવિ ચોપરાના અંતિમ દર્શને પહોંચેલી બૉલીવુડ સેલિબ્રિટીઓ :

રવિ ચોપરાનું નિધન
જાણીતા દિગ્દર્શક રવિ ચોપરાનું ગઈકાલે નિધન થઈ ગયું. તેઓ 68 વર્ષના હતાં.
નાના પડદે મહાભારત
મહાન અને મોટુ મહાકાવ્ય મહાભારતને ટેલીવિઝન પર સાકાર કરવાનો શ્રેય રવિ ચોપરાને જાય છે.

દુઃખમાં પણ સાથ-સાથ
રણબીર કપૂર અને કૅટરીના કૈફનું અફૅર ખૂબ જ ચર્ચામાં છે. રવિ ચોપરાનું નિધન થતાં તેમના અંતિમ દર્શનાર્થે રણબીર કપૂર પહોંચ્યા, તો કૅટરીના કૈફ પણ ગયા હતાં.

ક્રિશિકા લુલા
રવિ ચોપરાના ઘરે પહોંચતાં ક્રિશિકા લુલા.

રાણી મુખર્જી
ચોપરા ખાનદાનના વહુ રાણી મુખર્જી પણ રવિ ચોપરાના ઘરે પહોંચ્યા હતાં.

પામેલા ચોપરા
રાણી મુખર્જી પોતાના સાસુ પામેલા ચોપરા સાથે રવિ ચોપરાના ઘરે ગયા હતાં.












Click it and Unblock the Notifications
