Oscar ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરશે લાયર્સ ડાઇસ : જાણો 5 Facts
નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર : હિન્દી ફિલ્મ લાયર્સ ડાઇસ 87મા ઑસ્કાર ઍવૉર્ડ ફંક્શનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગીતૂ મોહનદાસના દિગ્દર્શન હેઠળ નિર્મિત લાયર્સ ડાઇસ એક રોડ ડ્રામા છે કે જેમાં એક આદિવાસી મહિલાની પોતાના પતિને શોધવાની વાર્તા દર્શાવાઈ છે.
લાયર્સ ડાઇસ ફિલ્મ ભારત તરફથી ઑસ્કાર સમારંભ માટે વિદેશી ફિલ્મની શ્રેણી માટે અધિકૃત રીતે પસંદ કરવામાં આવી છે. ઑસ્કાર સમારંભ આગામી 22મી ફેબ્રુઆરી, 2015ના રોજ યોજાવાનું છે. લાયર્સ ડાઇસ ફિલ્મમાં ગીતાંજલિ થાપા તથા ગૅંગ્સ ઑફ વાસેપુર ફૅમ નવાઝુદ્દીન સિદ્દીકી મુખ્ય ભૂમિકામાં છે. લાયર્સ ડાઇસે પોતાની એન્ટ્રી માટે 29 બીજી ફિલ્મોને પાછળ મૂકી દીધી.
ફિલ્મ ફેડરેશન ઑફ ઇંડિયા (એફએફઆઈ)ના મહામંત્રી સુપર્ણ સેને આ માહિતી આપતા જણાવ્યું કે વર્ષ 2015માં યોજાનાર ઑસ્કાર પુરસ્કાર સમારંભમાં લાયર્સ ડાઇસ ભારત તરફથી અધિકૃત એન્ટ્રી હશે. એફએફઆઈ જ તે સંગઠન છે કે દર વર્ષે ઑસ્કારમાં જનાર ભારતીય ફિલ્મ અંગે નિર્ણય કરે છે. એફએફઆઈને આ વર્ષે 30 ફિલ્મોની અરજી ઑસ્કાર માટે હાસલ થઈ હતી કે જેમાંથી લાયર્સ ડાઇસની પસંદગી કરવામાં આવી.
ચાલો જોઇએ લાયર્સ ડાઇસ ફિલ્મની તસવીરી ઝલક અને જાણીએ તેના વિશે 5 Facts :

પતિની શોધમાં પત્ની
ભારત-તિબ્બેટ સરહદે આવેલ એક ગામની પૃષ્ઠભૂમિ પર આધારિત લાયર્સ ડાઇસ ફિલ્મની વાર્તા એક યુવતી કમલા (ગીતાંજલિ થાપા)ની વાર્તા છે કે જેનો પતિ કામની શોધમાં દિલ્હી જાય છે અને પરત ફરીને નથી આવતો.

નવાઝુદ્દીન સાથે મુલાકાત
કમલા નક્કી કરે છે કે તે પોતાના પતિને શોધવા દિલ્હી જશે. તે દીકરીને લઈને દિલ્હી તરફ નિકળી જાય છે. રસ્તામાં તેની મુલાકાત નવાઝુદ્દીન (નવાઝુદ્દીન સિદ્દીકી) સાથે થાય છે કે જે સેનાની નોકરી છોડીને આવેલો હોય છે.

ગીતૂની ડેબ્યુ ફિલ્મ
લાયર્સ ડાઇસ ગીતૂ મોહનદાસના દિગ્દર્શન હેઠળની પહેલી ફિલ્મ છે કે જેના ખૂબ વખાણ થયા હતાં. ફિલ્મને સનડાંસ ફિલ્મ ફેસ્ટિવલ ઉપરાંત ઇંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ મોકલાઈ હતી કે જ્યાં તેને ખૂબ વખાણ હાસલ થયાં.

સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવૉર્ડ
લાયર્સ ડાઇસના અભિનેત્રી ગીતાંજલિ થાપાને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

લગાન બાદ
ભારતને અત્યાર સુધી ઑસ્કારની સર્વશ્રેષ્ઠ વિદેશી ફિલ્મોની શ્રેણીમાં એક પણ ઑસ્કાર નથી મળી શક્યો. આશુતોષ ગોવારીકરની ફિલ્મ લગાન છેલ્લી ભારતીય ફિલ્મ હતી કે જે આ કૅટેગરીમાં ટૉપ 5 સુધી પહોંચી શકી હતી. ઉપરાંત મધર ઇંડિયા અને સલામ બૉમ્બેએ પણ ટૉપ 5 સુધીનો રસ્તો કાપ્યો હતો.












Click it and Unblock the Notifications
