Life Ok Awards : જુઓ કોણે-કોણે લગાડી સ્ટેજ પર ‘આગ’?

મુંબઈ, 16 જાન્યુઆરી : 21મો લાઇફ ઓકે સ્ક્રીન ઍવૉર્ડ્સ સમારંભ ઉત્તરાયણની રાત્રે યોજાઈ ગયો અને તેમાં પણ હૈદર તથા મૅરી કોમ જેવી ફિલ્મો છવાયેલી રહી.

જોકે ઍવૉર્ડ્સના વિજેતાઓ વિશે અમે આપને અગાઉ આખા લિસ્ટ દ્વારા માહિતી આપી ચુક્યા છીએ. એટલે તેની વિગતમાં નથી જતાં. આજે તો અમે આપને લાઇફ ઓકે સ્ક્રીન ઍવૉર્ડ્સમાં સ્ટેજ ઉપર જે સિતારાઓએ ધમાલ મચાવી, તેના વિશે જણાવવા જઈ રહ્યાં છીએ.

તો ચાલો સ્લાઇડર ફેરવીને જોઈ નાંખો લાઇફ ઓકે સ્ક્રીન ઍવૉર્ડ્સમાં સ્ટાર્સના સ્ટેજ પરફૉર્મન્સિસ :

આલિયા-શાહરુખ

આલિયા-શાહરુખ

લાઇફ ઓકે સ્ક્રીન ઍવૉર્ડ્સ ફંક્શનમાં સ્ટેજ પર પરફૉર્મ કરતાં આલિયા ભટ્ટ અને શાહરુખ ખાન.

શાહરુખની એન્ટ્રી

શાહરુખની એન્ટ્રી

જુઓ લાઇફ ઓકે સ્ક્રીન ઍવૉર્ડ્સના સ્ટેજ પર શાહરુખ ખાને કેવી ધમાકેદાર એન્ટ્રી કરી. તેમણે સ્ટેજ પર રૉકિંગ ઍપીરિયંસ કર્યું.

શાહરુખ

શાહરુખ

વધુ એક ફાયર્લી એંટ્રી છે શાહરુખ ખાનની. તેમણે સ્ટેજ પર ઘણા ડાન્સ પરફૉર્મન્સ આપ્યાં.

શાહરુખ-હેમા

શાહરુખ-હેમા

શાહરુખ ખાન હેમા માલિનીને પુરસ્કાર મળવા બદલ પુષ્પ આપી શુભેચ્છા પાઠવી રહ્યાં છે. તેમણે હેમા સાથે તાલ પણ મેળવ્યાં.

ઍવૉર્ડ સાથે શાહિદ

ઍવૉર્ડ સાથે શાહિદ

શાહિદ કપૂરને હૈદર માટે બેસ્ટ મેલ એક્ટરનો ઍવૉર્ડ મળ્યો. અમીષા પટેલ અને રમેશ સિપ્પીએ શાહિદને આ ઍવૉર્ડ આપ્યો.

જૅકલીનનો જલવો

જૅકલીનનો જલવો

કિક ગર્લ જૅકલીન ફર્નાન્ડીઝે પણ પોતાના ડાન્સ પરફૉર્મન્સ દ્વારા જલવો પાથર્યો હતો.

વરુણ ધવન

વરુણ ધવન

વરુણ ધવને પોતાની આવનાર ફિલ્મ બદલાપુરના ગીત પર મૅડલી ડાન્સ મૂવ્સ કર્યા હતાં.

ટાઇગર શ્રૉફ

ટાઇગર શ્રૉફ

ટાઇગર શ્રૉફે માયકલ જૅક્સન ડાન્સ નંબર કરી દર્શકોના ખૂબ વખાણ લુંટ્યા હતાં.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂરે પણ સ્ટેજ પર ગ્રાન્ડ એન્ટ્રીકરી હતી. તેમણે રેડ આઉટફિટ પહેર્યુ હતું.

સોનમ-આયુષ્માન

સોનમ-આયુષ્માન

બેવકૂફિયાંની જોડી સોનમ કપૂર અને આયુષ્માન ખુરાના આ કાર્યક્રમમાં સાથે પોઝ આપતા જણાય છે.

દીપિકા-રેખા

દીપિકા-રેખા

દીપિકાને ઍવૉર્ડ આપવા માટે રેખાને સ્ટેજ પર બોલાવાયાં. પરમ્પરાગત સાડીમાં રેખા વધુ સુંદર દેખાતા હતાં.

તબ્બુ

તબ્બુ

તબ્બુ અને શાહિદ કપૂરને હૈદર બદલ બેસ્ટ જોડી ઍવૉર્ડ આપતાં શાહરુખ ખાન.

સેલ્ફી

સેલ્ફી

વધુ એક સેલ્ફી કે જેમાં ક્રિતી સૅનન, સાજિદ નડિયાદવાલા તથા રણદીપ હુડા દેખાય છે. સાજિદ-ક્રિતી બંનેને ઍવૉર્ડ મળ્યા હતાં.

સોનમ-અરબાઝ-મલાઇકા

સોનમ-અરબાઝ-મલાઇકા

ડૉલી કી ડોલી ફિલ્મની ટીમ. ફિલ્મની હીરોઇન સોનમ કપૂર, નિર્માતા અરબાઝ ખાન અને અરબાઝના પત્ની મલાઇકા અરોરા ખાન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X