Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હાર્ટ ઍટૅકથી જિંદગી બદલાય ખરી? અદાની બદલાઈ છે : જાણો કઈ રીતે

મુંબઈ, 13 માર્ચ : વિક્રમ ભટ્ટ દિગ્દર્શિત 1920 સાથે અભિનય ક્ષેત્રે શરુઆત કરનાર અભિનેત્રી અદા શર્માએ તાજેતરમાં જ તેલુગુ ફિલ્મ હાર્ટ ઍટૅકમાં પણ અભિનય કર્યો છે. અદાનું કહેવું છે કે હિન્દી અને દક્ષિણ ભારતીય સિનેમા વચ્ચે અંતર ઓછું થઈ રહ્યું છે.

આઈએએનએસ સાથે એક વાતચીતમાં અદા શર્માએ જણાવ્યું - અહીં સુધી કે ઘણી બધી દક્ષિણ ભારતીય ફિલ્મોની હિન્દી રીમેક બની રહી છે. મને લાગે છે કે એક ઉદ્યોગના અભિનેતાઓ, ટેક્નીશિયનો અને દિગ્દર્શકો દ્વારા બીજા ઉદ્યોગમાં કામ કરવાથી બંને ઉદ્યોગો વચ્ચેનું અંતર મટી રહ્યું છે. તેલુગુમાં અદાની પ્રથમ ફિલ્મ હાર્ટ ઍટૅકનું દિગ્દર્શન પુરી જગન્નાથને કર્યું છે, પણ ફિલ્મના ફોટોગ્રાફી દિગ્દર્શક મુંબઈના છે.

અદા શર્મા તાજેતરમાં હસી તો ફસી અને હમ હૈં રાહી કાર કે જેવી બૉલીવુડ ફિલ્મોમાં દેખાયા હતાં. તેમણે એક તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું છે, તો હજી તેમની પાસે સાઉથની અને બૉલીવુડની ફિલ્મોની થોડીક ઑફરો છે.

ચાલો તસવીરો સાથે જોઇએ અદા શર્માની જિંદગી કોણે બદલી નાંખી :

1920થી શરુઆત

1920થી શરુઆત

અદા શર્માએ વિક્રમ ભટ્ટ દિગ્દર્શિત ફિલ્મ 1920થી અભિનય કારકિર્દીની શરુઆત કરી હતી.

હાર્ટ ઍટૅક

હાર્ટ ઍટૅક

અદાએ તાજેતરમાં જ તેલુગુ ફિલ્મ હાર્ટ ઍટૅકમાં કામ કર્યું છે. પુરી જગન્નાથ દિગ્દર્શિત ફિલ્મ હાર્ટ ઍટૅકમાં તેમના હીરો નિતિન છે.

હસી તો ફસી

હસી તો ફસી

અદા શર્મા તાજેતરમાં જ આવેલી હસી તો ફસી અને હમ હૈં રાહી કાર કે ફિલ્મોમાં પણ દેખાયા હતાં.

ભાષાથી પર થયું ઉદ્યોગ

ભાષાથી પર થયું ઉદ્યોગ

અદાએ એક વાતચીતમાં જણાવ્યું - અભિનેતાઓ અને ટેક્નીશિયનો ભાષાથી પર વિવિધ ઉદ્યોગમાં કામ કરવા લાગ્યાં છે.

રેખા થઈ ધુંધળી

રેખા થઈ ધુંધળી

તેમણે જણાવ્યું - આમ થવાથી મને લાગે છે કે ઉદ્યોગો વચ્ચેની રેખા ધુંધળી થવા લાગી છે.

મારો જ દાખલો લઈ લ્યો

મારો જ દાખલો લઈ લ્યો

અદાએ પોતાના કૅરિયરનો દાખલો આપતા જણાવ્યું - મેં હાર્ટ ઍટૅક ત્યારે સાઇન કરી કે જ્યારે હું હસી તો ફસીના છેલ્લા તબક્કે હતી. મને ખબર હતી કે હું કરણ જૌહરની ફિલ્મ કરી રહી છું. છતાં પણ હું પુરી સર સાથે કામ કરવા માંગતી હતી.

તેલુગુ-તામિળમાં કામ કરવાની ઇચ્છા

તેલુગુ-તામિળમાં કામ કરવાની ઇચ્છા

અદાએ જણાવ્યું - હું તેલુગુ અને તામિળના ઘણા દિગ્દર્શકો સાથે કામ કરવા માંગુ છું.

હું યોજના બનાવતી યુવતી નથી

હું યોજના બનાવતી યુવતી નથી

અદાને પોતાના કૅરિયરની યોજના બનાવવી પસંદ નથી. તેમણે જણાવ્યું - હું યોજના બનાવનારી છોકરી નથી.

હૉરરમાંથી પ્રોફેશનલ ફિલ્મ

હૉરરમાંથી પ્રોફેશનલ ફિલ્મ

અદાએ જણાવ્યું - મેં હૉરર બૉલીવુડ ફિલ્મથી શરુઆત કરી હતી, જ્યારે તેલુગુમાં મારી શરુઆત ખૂબ જ વ્યાવસાયિક છે. હકીકતમાં હું પોતાના કૅરિયરનું આયોજન નથી કરતી.

હિન્દી-સાઉથમાં અંતર નથી

હિન્દી-સાઉથમાં અંતર નથી

અદા શર્મા બૉલીવુડ અને તેલુગુ ફિલ્મ જગતમાં કોઈ ખાસ અંતર નથી અનુભવતાં. ભાષા ઉપરાંત મને કોઈ અંતર સમજાયું નહીં.

હાર્ટ ઍટૅકથી ખુશ

હાર્ટ ઍટૅકથી ખુશ

અદા શર્મા પોતાની પ્રથમ તેલુગુ ફિલ્મ હાર્ટ ઍટૅકને મળેલ પ્રતિસાદથી ખૂબ ખુશ છે.

હાર્ટ ઍટૅકે જિંદગી બદલી

હાર્ટ ઍટૅકે જિંદગી બદલી

અદા કહે છે - હાર્ટ ઍટૅકે મારી જિંદગી બદલી નાંખી કે જેમાં હીરો નિતિન હતાં.

પુરીની ફિલ્મો પસંદ

પુરીની ફિલ્મો પસંદ

અદા શર્માને દક્ષિણના ફિલ્મ દિગ્દર્શક જગન્નાથ પુરીની ફિલ્મો પસંદ છે. જોકે તેઓ તમામ ભાષાઓની ફિલ્મો જુએ છે.

ત્રણ ફિલ્મો

ત્રણ ફિલ્મો

અદા શર્મા પાસે હાલ બે તેલુગુ ફિલ્મો અને એક બૉલીવુડ ફિલ્મ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X