#Latest: બાથટબમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે આ હોટ એક્ટ્રેસ
લિઝા હેડને પોતાનો બાથટબમાં નહાતો ફોટો શેર કર્યો છે, જેમાં તે પોતાનું બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજરે પડે છે.
બોલિવૂડ એક્ટ્રેસ લિઝા હેડન હાલ પોતાનો પ્રેગનન્સી પિરિયડ એન્જોય કરી રહી છે. તે શરૂઆતથી જ પોતાના આ ફેઝની તસવીરો સોશિયલ મીડિયા શેર કરી રહી છે. પરંતુ લિઝાએ જે લેટેસ્ટ ફોટો શેર કર્યો છે, એને લીધે તે ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. લિઝાએ બાથટબમાં નહાતો ફોટો શેર કર્યો છે, જેમાં તે પોતાનું બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજરે પડે છે.

લિઝા હેડને આ તસવીર પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં લિઝા ખૂબ સુંદર લાગી રહી છે.
આ પહેલા પણ લિઝાએ પોતાની પ્રેગનન્સીની જે તસવીર શેર કરી હતી તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. તેની આવી દરેક તસવીર પર લિઝાને અનેક કોમ્પિલિમેન્ટ્સ મળ્યાં છે. લિઝાની આ લેટેસ્ટ તસવીર પણ સોશિયલ મીડિયા પર તુરંત વાયરલ થઇ હતી. ગત વર્ષે ઓક્ટોબરમાં લિઝાએ ડીનો લાલવાની સાથે મેરેજ કર્યા હતા.












Click it and Unblock the Notifications
