કંઈક આવો લુક હશે રજ્જોમાં કંગના રાણાવતનો
મુંબઈ, 4 માર્ચ : વિશ્વાસ પાટિલ દિગ્દર્શિત રજ્જો ફિલ્મમાં કંગના રાણાવત કંઈક જુદા જ લુકમાં દેખા દેશે. ફિલ્મમાં મહેશ માંજરેકર પણ છે કે જેઓ સ્ત્રીના વેશમાં દેખાય છે.

નોંધનીય છે કે હાલમાં આઈ લવ એનવાય ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત કંગના રાણાવત અંગે વધુ એક માહિતી મળી છે કે તેઓ રજ્જો ફિલ્મમાં રેખાની જેમ મુજરો કરશે. દિગ્દર્શક વિશ્વાસ પાટિલે કંગના રાણાવતને પોતાની ફિલ્મ રજ્જોમાં મુજરો કરવા માટે કહ્યું અને કંગનાએ તે સ્વીકારી પણ લીધું. કંગના જે ગીત ઉપર મુજરો કરવાનાં છે, તેના બોલ છે કલેજા હાજિર હૈ... ખંજર કહાં હૈ...
કંગના રાણાવતે ત્રણ વર્ષની કત્થકની તાલીમ લીધેલી છે. બીજી બાજુ ફિલ્મમાં મહેશ માંજરેકર પણ છે અને તેઓ પણ સ્ત્રીના પરિવેશમાં કંઈક ડિફરંટ જ લાગી રહ્યાં છે. ફિલ્મના અન્ય કલાકારોમાં પ્રકાશ રાજનો પણ સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
