Pics : વણકહી પ્રણય-કથા એટલે લુટેરા : પ્રિવ્યૂ

મુંબઈ, 4 જુલાઈ : 5મી જુલાઈ એટલે કે આવતીકાલે લુટેરા ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મનું પ્રમોશન જોરદાર રીતે કરાયું છે. એક પિરયડ લવ-સ્ટોરીને ખૂબ જ સુંદર રીતે દર્શાવવાની કોશિશ કરાઈ છે. ફિલ્મના સંવાદ, ગીતો, લુકે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મનું ટ્રેલર પણ પસંદ કરાઈ રહ્યું છે કે જેને જોઈ લાગે છે કે ફિલ્મ લુટેરા જોવા લોકો જરૂર જશે.

સોનાક્ષી સિન્હા અને રણવીર સિંહ અભિનીત લુટેરાનું સ્પેશિયલ સ્ક્રીનિંગ થઈ ગયું છે. બૉલીવુડ દિગ્ગજોએ ફિલ્મને પૂરા નંબર્સ આપ્યાં છે. બૉક્સ ઑફિસે ફિલ્મ કઈ કમાલ કરે છે, તે જોવાનું રહેશે, પરંતુ એટલું નક્કી છે કે ફિલ્મમાં રણવીર-સોનાક્ષીના ગ્રાન્ડ લુકે લોકોને આકર્ષ્યાં છે. ફિલ્મના નિર્માતાઓ એકતા કપૂર, અનુરાગ કશ્યપ તથા વિક્રમાદિત્ય મોટવાણી છે, તો દિગ્દર્શન વિક્રમાદિત્યે કર્યું છે.

આવો તસવીરો સાથે જાણીએ લુટેરા ફિલ્મની વાર્તા તથા વધુ વિગતો :

વાર્તા

વાર્તા

વર્ષ 1953ને કલકત્તા શહેરમાં દર્શાવાયું છે. એક મોટા જમીનદાર સાહેબ છે અને તેમની એકની એક દીકરી પાખી (સોનાક્ષી સિન્હા) છે. તેને પેંટિંગનો શોખ છે. અચાનક તેમના ઘરે એક આર્કિયોલૉજિસ્ટ વરુણ શ્રીવાસ્તવ (રણવીર સિંહ) આવે છે. તેના કામ તથા વ્યક્તિત્વથી પાખી અને તેનો પરિવાર ખૂબ પ્રભાવિત થઈ જાય છે, પણ પાખીની પસંદગી ધીમે-ધીમે પ્રેમમાં બદલાઈ જાય છે. વરુણ પણ તેને ચાહવા લાગે છે. બંને લગ્નનો નિર્ણય કરે છે. ત્યાં જ પાખીને વરુણ અંગે કંઈક ખોટી બાબતો જાણવા મળે છે. પાખી કંઈ કહે, તે પહેલા જ વરુણ ગાયબ થઈ જાય છે. અચાનક વર્ષો બાદ તે વિચિત્ર પરિસ્થિતિઓમાં પાખી સામે આવે છે.

સંગીત

સંગીત

ફિલ્મના કેટલાંક ગીતો સારા છે. સંવાર લૂં... ગીત ઘણું લોકપ્રિય થઈ ચુક્યું છે, તો ઝિંદા હૂં... પણ સારૂં છે. અનકહી પ્રેમ કહાની... પણ શ્રવણીય છે. સરવાળે સંગીત અર્થપૂર્ણ છે.

લુક

લુક

ફિલ્મ પચાસના દાયકાની વાર્તા કહે છે. તેથી ફિલ્મની અભિનેત્રી સાડી અને લાંબા વાળ ધરાતી દર્શાવાઈ છે, તો રણવીરનો દાઢી-મૂંછ ધરાવતો લુક પણ લોકોને ગમી રહ્યો છે.

સોનાક્ષી-રણવીર

સોનાક્ષી-રણવીર

ફિલ્મમાં સોનાક્ષી-રણવીર પ્રથમ વાર કામ કરી રહ્યાં છે. ન ચાહીને પણ બંને વચ્ચે ઘણી ઇંટીમેસી અનુભવાઈ રહી છે કે જે ફિલ્મ અંગે ઉત્સુકતા પેદા કરે છે.

સોનાક્ષી-રણવીર

સોનાક્ષી-રણવીર

ફિલ્મમાં સોનાક્ષી-રણવીર પ્રથમ વાર કામ કરી રહ્યાં છે. ન ચાહીને પણ બંને વચ્ચે ઘણી ઇંટીમેસી અનુભવાઈ રહી છે કે જે ફિલ્મ અંગે ઉત્સુકતા પેદા કરે છે.

કેમ જોશો લુટેરા

કેમ જોશો લુટેરા

જો આપ પડદા ઉપર લવ-સ્ટોરી જોવી પસંદ કરતા હોવ, તો ઘણાં દિવસે રૂપેરી પડદે એક સ્વચ્છ પ્રણય-કથા આવી રહી છે કે જેને સમય આપી શકાય તેમ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X