ટ્રેડિશનલ આઉટફિટમાં પણ HOT લાગે છે આ સ્ટાર કિડ!

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડના રોમાન્સ કિંગ શાહરૂખ ખાનના ત્રણેય બાળકો પણ તેમના જેટલા જ લોકપ્રિય છે. અબરામ, આર્યન કે સુહાના, ત્રણેય એવા સ્ટાર કિડ્સ છે જેમની પર મીડિયાની સતત નજર રહે છે. પોપ્યૂલર યંગ સ્ટાર કિડ્સની યાદીમાં આર્યન અને સુહાના ખાનનું નામ સૌથી ઉપર છે. વળી, આ બંને મોડા વહેલા બોલિવૂડમાં ડેબ્યૂ કરે એવી શક્યતા છે. આથી પણ તેમની પર સૌની નજર છે. સુહાના ખાન આજકાલ ખાસ લાઇમલાઇટમાં છે.

સ્ટાયલિશ સુહાના

સ્ટાયલિશ સુહાના

સુહાના બોલિવૂડની સ્ટાયલિશ અને હોટ સ્ટાર કિડ છે. તેની તસવીરો મીડિયામાં અનેકવાર વાયરલ થઇ ચૂકી છે. થોડા સમય પહેલાં જ દિલ્હીના એક વેડિંગ ફંક્શનમાં સુહાના ખાન તેની મમ્મી ગૌરી સાથે પહોંચી હતી અને ફંક્શનની તેની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.

ટ્રેડિશનલ અવતાર

ટ્રેડિશનલ અવતાર

આ વેડિંગ ફંક્શન માટે સુહાનાએ સિમ્પલ અને સ્ટાયલિશ લાઇટ ગ્રીન લહેંગા પર પસંદગી ઉતારી હતી. ડિઝાઇનર મોનિશા જેસિંગના ટ્રેડિશનલ આઉટફિટમાં સુહાના ખૂબ સુંદર લાગી રહી હતી. અત્યાર સુધી સુહાનાની જે તસવીરો વાયરલ થઇ છે, એમાં કે કેઝ્યૂઅલ કે વેસ્ટર્ન વેરમાં જોવા મળી છે.

પાપા કી પરી

પાપા કી પરી

આ ફંક્શનની સુહાનાની તમામ તસવીરો અત્યંત સુંદર છે. પોતાની ફ્રેન્ડ સાથે અમ્બ્રેલા નીચે પોઝ આપતી સુહાનાની આ તસવીર પર સોશ્યલ મીડિયામોં લોકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ સમાચાર આવ્યા હતા કે સુહાના પોતાના પપ્પાની માફક એક્ટર બનવા માંગે છે.

સુહાના ક્યારે કરશે ડેબ્યૂ?

સુહાના ક્યારે કરશે ડેબ્યૂ?

એ પછીથી જ્યારે પણ સુહાનાની તસવીરો વાયરલ થાય કે તુરંત તેના બોલિવૂડ ડેબ્યૂ અંગેની ચર્ચાઓ થવા માંડે છે. શાહરૂખ ખાનની દિકરી સુહાના જ્યાં પણ જાય, કેમેરામાં કેપ્ચર થઇ જ જાય છે. શાહરૂખે પણ કહ્યું છે કે, કોલેજનું ભણતર પૂરું કર્યા બાદ તેના બાળકોને ફિલ્મોમાં આવવાની પૂરી છૂટ છે.

SRKના બાળકો માટે ડ્રીમ ડેબ્યૂ

SRKના બાળકો માટે ડ્રીમ ડેબ્યૂ

આથી હવે સૌ કોઇ આતુરતાથી સુહાનાની ડેબ્યૂ ફિલ્મ ક્યારે એનાઉન્સ થાય એની રાહ જોઇને બેઠા છે. બોલિવૂડમાં શાહરૂખના અનેક સારા મિત્રો છે. કરણ જોહર, આદિત્ય ચોપરાથી માંડીને સંજય લીલા ભણસાલી, ફરાહ ખાન અને રોહિત શેટ્ટી સુધી સૌ સાથે શાહરૂખને સારા સંબંધ છે. આથી બોલિવૂડમાં શાહરૂખના બાળકોનું પદાર્પણ કોઇ ઉત્સવથી ઓછું નહીં હોય.

English summary
Shahrukh Khans daughter Suhana recently attended a wedding in Delhi. The star kid looked absolutely breath-taking in a green embellished lehenga. Check out her photos here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.