Lust Stories 2ની સ્ક્રીનિંગમાં રોમેન્ટીક થયા તમન્ના ભાટિયા અને વિજય વર્મા, કેમેરા સામે કર્યુ આ કામ
Lust Stories 2: હાલમાં બૉલિવુડ ઈન્ડસ્ટ્રીમાં નવા કપલ એટલે કે તમન્ના ભાટિયા અને વિજય વર્માની જોરદાર ચર્ચા થઈ રહી છે. આ દિવસોમાં કપલ દરેક જગ્યાએ સાથે જોવા મળે છે. હાલમાં જ બંને 'લસ્ટ સ્ટોરીઝ 2'ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પણ સાથે જોવા મળ્યા હતા. બંને માત્ર પોતાના સંબંધોને લઈને નહિ પરંતુ તેમની ફિલ્મ 'લસ્ટ સ્ટોરીઝ 2' પણ લાઈમલાઈટમાં છે.
આ ફિલ્મ જોવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ 'લસ્ટ સ્ટોરીઝ 2' OTT પ્લેટફોર્મ Netflix પર આજે 29 જૂન 2023ના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં તમન્ના ભાટિયાની સાથે વિજય વર્મા, કાજોલ, મૃણાલ ઠાકુર, નીના ગુપ્તા, તિલોત્તમા શોમ અને અંગદ બેદી પણ જોવા મળશે.

આ દરમિયાન, 27 જૂને મુંબઈમાં ફિલ્મનું ભવ્ય પ્રીમિયર યોજાયું હતું. ઘણા બૉલિવુડ સ્ટાર્સ અને 'લસ્ટ સ્ટોરીઝ 2'ની કાસ્ટ પણ ત્યાં પહોંચી હતી. પરંતુ બધાની નજર બી-ટાઉનના નવા કપલ તમન્ના ભાટિયા અને વિજય વર્મા પર હતી. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બંનેની જોડી અદ્ભુત લાગી રહી હતી.
તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા પછી આ પ્રથમ વખત હતુ જ્યારે તમન્ના ભાટિયા અને વિજય વર્માએ પાપારાઝી માટે સાથે પોઝ આપ્યો હતો. બંનેની જોડી ખૂબ જ સારી લાગી રહી હતી. તમન્ના અને વિજય વર્મા 'લસ્ટ સ્ટોરીઝ 2'ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં એકબીજામાં ખોવાઈ ગયા હતા. કેમેરા સામે પોઝ આપતી વખતે તમન્ના હસી રહી હતી, જ્યારે વિજય વર્મા શરમાઈ રહ્યો હતો. જોકે બંને વચ્ચે રોમેન્ટિક જોવા મળ્યા હતા.
'લસ્ટ સ્ટોરીઝ 2'ના સ્ક્રીનિંગ વખતે આર.કે. બાલ્કી, કોંકણા સેન શર્મા, રૂચિકા કપૂર અને સુજોય ઘોષ પણ જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે ફિલ્મ 'લસ્ટ સ્ટોરીઝ 2'નું દમદાર ટ્રેલર જોયા બાદ લોકોના હોશ ઉડી ગયા હતા. આ ફિલ્મમાં વૃદ્ધ દાદી બનેલી નીના ગુપ્તા બોલ્ડનેસની તમામ હદો તોડતી જોવા મળી હતી અને તમન્ના ભાટિયાએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી હતી. 'લસ્ટ સ્ટોરીઝ 2'માં 4 અલગ-અલગ વાર્તાઓ છે, જેને આર. બાલ્કી, કોંકણા સેન શર્મા, અમિત શર્મા અને સુજોય ઘોષે તેનું નિર્દેશન કર્યું છે.












Click it and Unblock the Notifications
