Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PICS : ધોની પર બનનાર ફિલ્મનો First Look રિલીઝ, સુશાંત કરશે રોલ!

મુંબઈ, 25 સપ્ટેમ્બર : ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની ઉપર બનનાર ફિલ્મ અંગેનો વિઘ્ન દૂર થઈ ગયો છે. ધોની પર બનનાર ફિલ્મમાં તેમનો રોલ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ભજવશે. ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરી દેવાયો છે.

મહેન્દ્ર સિંહ ધોની પર બની રહેલ ફિલ્મ અંગેની માહિતીની ધોનીના પત્ની સાક્ષી ધોનીએ ટ્વીટ કરી પુષ્ટિ કરી. સાક્ષીએ ટ્વિટર પર લખ્યુ છે - તાજેતરના દિવસોમાં ઉડેલી તમામ અફવાઓને ફગાવુ છું. તે તમામ સમાચારો ખોટા હતાં. આ જુઓ... બૂમ. સાક્ષીએ ધોની પર બનનાર ફિલ્મના ફર્સ્ટ લુકની તસવીર પણ પોસ્ટ કરી છે.

મહેન્દ્ર સિંહ ધોની પર બનતી ફિલ્મનું નામ છે એમ એસ ધોની અને તેનું દિગ્દર્શન કરશે નીરજ પાંડે કે જેઓ અગાઉ ઍ વેડનસ ડે તથા સ્પેશિયલ 26 જેવી સુપરહિટ ફિલ્મો બનાવી ચુક્યા છે. એમ એસ ધોની ફિલ્મ આવતા વર્ષે 2015માં રિલીઝ થશે.

એમ એસ ધોની ફિલ્મમાં ધોનીનો રોલ કરવા જઈ રહેલા સુશાંત સિંહ રાજપતે કાઇ પો છે ફિલ્મ દ્વારા ડેબ્યુ કર્યુ હતું અને પહેલી જ ફિલ્મમાં તેઓ બાળકોને ક્રિકેટ શીખવાડતા નજરે પડ્યા હતાં. સુશાંતે ટેલીવિઝન જગતમાંથી બૉલીવુડમાં એન્ટ્રી કરી ચે અને દર્શકો વચ્ચે લોકપ્રિય પણ છે.

નીરજ પાન્ડેએ અત્યાર સુધી ફિલ્મના ટાઇટલ અંગે ખુલાસો નથી કર્યો, પણ ફિલ્મના પોસ્ટર ઉપરથી લાગે છે કે ફિલ્મનું નામ એમ એસ ધોની હોઈ શકે. અગાઉ ધોની અંગેની ફિલ્મને લઈને વિવાદ ઉભા થયા હતાં. ફિલ્મના પૈસાની લેતી-દેતીના વિવાદે ફિલ્મ ઘોંચમાં જવાની હતી. કહે છે કે ધોનીએ પોતાના જીવન પર બનનાર ફિલ્મ બદલ 40-45 કરોડ રુપિયા માંગ્યા હતાં. બીજી બાજુ બીસીસીઆઈ દ્વારા વાંધો ઉઠાવવાના પણ સમાચારો હતાં, પરંતુ સાક્ષી ધોનીએ તમામ અટકળો નકારી દઈ પોસ્ટર ટ્વિટર પર પોસ્ટ કર્યું છે.

ચાલો આપને બતાવીએ એમ એસ ધોની પર બનનાર ફિલ્મનો ફર્સ્ટ લુક અને અત્યાર સુધીની ઑન-સ્ક્રીન સ્પોર્ટ્સમૅનની માહિતી :

એમ એસ ધોની

એમ એસ ધોની

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની પર બનનાર ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. ધોનીના પત્ની દ્વારા ટ્વિટર પર રિલીઝ કરાયેલ ફર્સ્ટ લુકમાં સુશાંત સિંહ રાજપૂતે ખભે બૅટ ઉપાડેલ છે. તેમની જર્સી પર અંગ્રેજીમાં એમ એસ ધોની લખેલું છે. ટી-શર્ટ નંબર 7 છે. ધોની આ જ નંબરની જર્સી ટીમ ઇન્ડિયા તરફથી રમાતી મૅચોમાં પહેરે છે.

મૅરી કોમ

મૅરી કોમ

તાજેતરમાં જ ભારતીય બૉક્સર મૅરી કોમ પર આધારિત ફિલ્મ મૅરી કોમ આવી હતી કે જેમાં પ્રિયંકા ચોપરા મૅરી કોમના રોલમાં હતાં.

લગાન

લગાન

લગાન ફિલ્મ 2001માં આવી હતી કે જેમાં આમિર ખાન ક્રિકેટર બન્યા હતાં.

ઇકબાલ

ઇકબાલ

એક મૂંગા-બહેરા બાળકની ભારતીય ક્રિકેટ ટીમમાં પહોંચવાની ઇચ્છા પર આધારિત ઇકબાલ ફિલ્મ લોકોને ખૂબ ગમી હતી.

ચક દે ઇંડિયા

ચક દે ઇંડિયા

ભૂતપૂર્વ હૉકી કેલાડી રંજન નેગીના જીવન પર આધારિત ફિલ્મ ચક દે ઇંડિયામાં શાહરુખ ખાન લીડ રોલમાં હતાં.

દન દના દન ગોલ

દન દના દન ગોલ

દન દના દન ગોલ ફિલ્મ ફુટબૉલ પર આધારિત હતી કે જેમાં જ્હૉન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં હતાં.

અપને

અપને

અપને ફિલ્મમાં અભિનેતા ધર્મેન્દ્રે બૉક્સરની ભૂમિકા ભજવી હતી.

પટિયાલા હાઉસ

પટિયાલા હાઉસ

પટિયાલા હાઉસ ફિલ્મમાં અંગ્રેજી ક્રિકેટ ટીમમાં જવાની ઘેલછા ધરાવતા એક ખેલાડીની વાર્તા હતી. લીડ રોલ અક્ષય કુમારે ભજવ્યો હતો.

પાન સિંહ તોમર

પાન સિંહ તોમર

પાન સિંહ તોમરે નેશનલ ઍવૉર્ડ જીત્યો હતો. ફિલ્મમાં ઇરફાન ખાન લીડ રોલમાં હતાં.

ભાગ મિલ્ખા ભાગ

ભાગ મિલ્ખા ભાગ

ભાગ મિલ્ખા ભાગ ગત વર્ષે રિલીઝ થઈ હતી કે જે ભૂતપૂર્વ હૉકી ખેલાડી મિલ્ખા સિંહ પર આધારિત હતી. ફિલ્મમાં મિલ્ખા સિંહનો રોલ ફરહાન અખ્તરે કર્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X