ગુલાબ ગૅંગ : માધુરી દીક્ષિતે ધર્યો દુર્ગાનો અવતાર!

મુંબઈ, 23 નવેમ્બર : માધુરી દીક્ષિત દુર્ગા બન્યાં છે. એમ તો માધુરીએ પોતાના બૉલીવુડ કૅરિયર દરમિયાન કેટલીક એવી ફિલ્મો કરી જ છે કે જેમાં તેમણે રૌદ્ર રૂપ ધારણ કર્યો હોય, પરંતુ સૌમિક સેન દિગ્દર્શિત ગુલાબ ગૅંગ ફિલ્મના ફર્સ્ટ લુકમાં માધુરી દીક્ષિત દુર્ગાનો અવતાર ધર્યો હોય તેવા લાગે છે.

એમ તો અમે અગાઉ કહી જ ચુક્યા છે કે માધુરી દીક્ષિત બૉલીવુડમાં બીજી વાર કમબૅક કરી રહ્યાં છે. ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન બાદ માધુરીએ બ્રેક લીધુ હતું અને પછી આ જા નચ લે ફિલ્મ સાથે કમબૅક કર્યુ હતું, પરંતુ તે ફિલ્મ ફ્લૉપ રહી હતી. માધુરી દીક્ષિત હવે ફરી એક વાર કમબૅક કરી રહ્યાં છે ગુલાબ ગૅંગ અને ડેઢ ઇશ્કિયા જેવી ફિલ્મો સાથે, પરંતુ ગુલાબ ગૅંગ ફિલ્મમાં માધુરી દીક્ષિત એક્શન રોલ કરી રહ્યાં છે.

ફિલ્મના ફર્સ્ટ લુકની તસવીરો પ્રકાશ ઝા નિર્મિત-દિગ્દર્શિત મૃત્યુદંડ ફિલ્મની યાદ અપાવી જાય છે. મૃત્યુદંડ ફિલ્મમાં કેતકી અને તેનો સંઘર્ષ તો જરૂર લોકોને યાદ હશે. કેતકી એટલે માધુરી દીક્ષિત કે જેઓ મૃત્યુદંડ ફિલ્મના મુખ્ય પાત્ર હતાં. માધુરી દીક્ષિતનો આ કેતકી સ્વરૂપ પુનઃ એક વાર જોવા મળશે ગુલાબ ગૅંગમાં.

આવો આપને ગુલાબ ગૅંગ ફિલ્મની પ્રાથમિક તસવીરી ઝલક બતાવીએ :

દુર્ગા અવતાર

દુર્ગા અવતાર

ગુલાબ ગૅંગ ફિલ્મના ફર્સ્ટ લુકમાં માધુરી દીક્ષિત જાણે દુર્ગાનો અવતાર ધર્યો હોય, તેવા લાગે છે.

સમ્પત પાલ પર આધારિત

સમ્પત પાલ પર આધારિત

સૌમિક સેન દિગ્દર્શિત આ ફિલ્મ ઉત્તર પ્રદેશના મહિલા સામાજિક કાર્યકર સમ્પત પાલ તથા મહિલાઓના તેમના જૂથ ગુલાબી ગૅંગની વાર્તા છે. આ જૂથ રાજ્યમાં મહિલાઓના ઉત્થાન માટે કામ કરે છે.

માધુરી લીડ રોલમાં

માધુરી લીડ રોલમાં

સૌમિક સેન દિગ્દર્શિત ગુલાબ ગૅંગ ફિલ્મમાં માધુરી દીક્ષિત મુખ્ય રોલમાં છે. ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ થયો છે કે જેમાં માધુરી દીક્ષિત એક્શનમાં દેખાઈ રહ્યાં છે.

એક્શનમાં માધુરી

એક્શનમાં માધુરી

કેતકી એટલે માધુરી દીક્ષિત કે જેઓ મૃત્યુદંડ ફિલ્મના મુખ્ય પાત્ર હતાં. માધુરી દીક્ષિતનો આ કેતકી સ્વરૂપ પુનઃ એક વાર જોવા મળશે ગુલાબ ગૅંગમાં.

પહેલી વાર જુહી સાથે

પહેલી વાર જુહી સાથે

માધુરી દીક્ષિત એક વખતના તેમના કટ્ટર હરીફ જુહી ચાવલા સાથે પ્રથમ વાર સ્ક્રીન શૅર કરી રહ્યાં છે.

સૌમિક બન્યાં સેતુ

સૌમિક બન્યાં સેતુ

જુહી-માધુરીને એક સાથે લાવવામાં ગુલાબ ગૅંગના દિગ્દર્શક સૌમિક સેને સેતુ તરીકેની ભૂમિકા ભજવી. ફિલ્મ માર્ચમાં રિલીઝ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X