Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

માધુરી-જુહી : ઑફસ્ક્રીન કોલ્ડ વૉર બની ઑનસ્ક્રીન હૉટ વૉર!

મુંબઈ, 7 ફેબ્રુઆરી : માધુરી દીક્ષિત અને જુહી ચાવલા. નેવુના દાયકાની બે હિટ એન્ડ હૉટ અભિનેત્રીઓ. 1984માં અબોધ જેવી ફ્લૉપ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર માધુરી દીક્ષિત તેઝાબ પછી નંબર વન અભિનેત્રી બની ઉપસી આવ્યાં, તો 1988માં કયામત સે કયામત તક જેવી સફળ ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર જુહી ચાવલા માધુરીના કટ્ટર હરીફ બની ગયાં. બસ આ હરિફાઈએ જ બંનેને ક્યારેય પડદા ઉપર એક સાથે નહીં આવવા દીધી અને બંને વચ્ચેની ઑફસ્ક્રીન કોલ્ડ વૉરનો આનાથી મોટો કોઈ દાખલો ન હોઈ શકે.

લગભગ પચ્ચીસ વર્ષ સુધી માધુરી દીક્ષિત અને જુહી ચાવલા બૉલીવુડમાં હિટ હીરોઇનો તરીકે જળવાઈ રહ્યાં, પરંતુ આ દરમિયાન ક્યારેય તેઓ કોઈ ફિલ્મમાં સાથે નહીં ચમક્યાં, પરંતુ અઢી દાયકા સુધી ચાલેલી ઑફસ્ક્રીન કોલ્ડ વૉર હવે જાણે કૅરિયરના ઉતારે થંભી ગઈ છે અને સૌ જાણે જ છે કે બંને દિગ્ગજ અભિનેત્રીઓ ગુલાબ ગૅંગ ફિલ્મમાં એક સાથે આવી રહી છે, પરંતુ અહીં પણ એક મહત્વની બાબત એ છે કે રૂપેરી પડદે પહેલી વાર સાથે ચમકી રહેલી આ દિવાઓ ઑનસ્ક્રીન પણ વૉર જ કરતાં નજરે પડશે. એટલુ જ નહીં, ઑફસ્ક્રીન કોલ્ડ વૉર કરનાર જુહી-માધુરી ગુલાબ ગૅંગમાં ઑનસ્ક્રીન હૉટ વૉર કરતાં નજરે પડશે.

આવો તસવીરો સાથે જોઇએ માધુરી-જુહીના આક્રમક વલણ :

માધુરી-જુહી પહેલી વાર સાથે

માધુરી-જુહી પહેલી વાર સાથે

ગુલાબ ગૅંગ ફિલ્મ દ્વારા માધુરી દીક્ષિત અને જુહી ચાવલા પહેલી વાર રૂપેરી પડદે સાથે આવી રહ્યાં છે.

મહિલા પ્રધાન ફિલ્મ

મહિલા પ્રધાન ફિલ્મ

ગુલાબ ગૅંગ એક મહિલા પ્રધાન ફિલ્મ છે કે જે ગુલાબી ગૅંગ સમ્પત પાલના સંઘર્ષ પર આધારિત ફિલ્મ છે કે જેમાં માધુરી દીક્ષિત લીડ રોલમાં છે.

રાજકારણી જુહી

રાજકારણી જુહી

ગુલાબ ગૅંગ ફિલ્મમાં જુહી ચાવલા રાજકારણી તરીકે દર્શાવાયાં છે અને તેમનો રોલ નેગેટિવ છે.

માધુરી-જુહી વચ્ચે ચડભડ

માધુરી-જુહી વચ્ચે ચડભડ

ગુલાબ ગૅંગ ફિલ્મમાં માધુરી અને જુહી વચ્ચે ઉત્તેજનાત્મક ચડભડ દર્શાવવામાં આવી છે.

આંખોમાં વાતો

આંખોમાં વાતો

ગુલાબ ગૅંગ ફિલ્મમાં અનેક એવા દૃશ્યો છે કે જેમાં માધુરી અને જુહી વચ્ચે આંખોમાં સંવાદ થાય છે.

વિજળીક સંવાદો

વિજળીક સંવાદો

ગુલાબ ગૅંગ ફિલ્મમાં માધુરી-જુહી વચ્ચે તીખા અવાજમાં સંવાદો અને આદાન-પ્રદાનના દૃશ્યો વિજળીની જેમ છે.

અઢી દાયકા સુધી કોલ્ડ વૉર

અઢી દાયકા સુધી કોલ્ડ વૉર

માધુરી-જુહી વચ્ચે અઢી દાયકા સુધી ઑફસ્ક્રીન કોલ્ડ વૉર ચાલી હતી અને હવે જ્યારે તેઓ બંને પહેલી વાર સાથે આવ્યાં, તો તેમાં પણ બંને દુશ્મન જ બતાવવામાં આવ્યાં છે.

પહેલી વાર મજબૂત-અસલી એક્શન

પહેલી વાર મજબૂત-અસલી એક્શન

માધુરી દીક્ષિતે ગુલાબ ગૅંગના પ્રમોશન દરમિયાન જણાવ્યું - મેં પહેલી વાર મજબૂત અને અસલી એક્શન કર્યું છે.

સ્ટંટ વગર

સ્ટંટ વગર

માધુરીએ જણાવ્યું - ફિલ્મમાં મેં બધુ પોતાની જાતે કર્યું છે. અહીં કોઈ સ્ટંટ કરનાર નથી. મેં આનં ઉઠાવ્યો અને આશા છે કે દર્શકો પણ આનંદ ઉઠાવશે.

7મી માર્ચે રિલીઝ

7મી માર્ચે રિલીઝ

સૌમિક સેન દિગ્દર્શિત ગુલાબ ગૅંગ ફિલ્મ આગામી 7મી માર્ચે રિલીઝ થવાની છે.

નફરત-સત્તા-હકની લડાઈ

નફરત-સત્તા-હકની લડાઈ

ગુલાબ ગૅંગ ફિલ્મ નફરત-સત્તા અને હકની લડાઈ છે.

યૂપી-એમપીમાં શૂટિંગ

યૂપી-એમપીમાં શૂટિંગ

ગુલાબ ગૅંગ ફિલ્મનું શૂટિંગ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં થયું છે.

ઓછા બજેટની ફિલ્મ

ઓછા બજેટની ફિલ્મ

ગુલાબ ગૅંગ નારી પ્રધાન ફિલ્મ છે અને તે ઓછા બજેટની છે.

સમ્પત પર આધારિત નથી

સમ્પત પર આધારિત નથી

ગુલાબ ગૅંગને સમ્પત પાલ પર આધારિત ફિલ્મ કહે છે, પણ દિગ્દર્શક સૌમિક સેન આ વાત નકારે છે.

ગુલાબ-ગુલાબીનો મતલબ નથી..

ગુલાબ-ગુલાબીનો મતલબ નથી..

સૌમિક કહે છે કે ગુલાબ ગૅંગ નામ હોવું અને ગુલાબી કપડા પહેરવાનો મતલબ એ નથી કે ફિલ્મ ગુલાબી ગૅંગ પર આધારિત છે.

કોર્ટ કેસની ધમકી

કોર્ટ કેસની ધમકી

સમ્પત પાલનું કહેવું છે કે ગુલાબ ગૅંગના નિર્માતા-દિગ્દર્શકે પરમિશન નથી લીધી. તેમણે કોર્ટ કેસ કરવાની ધમકી આપી છે.

ડાયલૉગ્સ છવાયાં

ડાયલૉગ્સ છવાયાં

ગુલાબ ગૅંગ ફિલ્મમાં ઉત્તેજનાત્મક સંવાદો છે કે જે આજકાલ ટેલીવિઝન ઉપર દર્શાવાતાં પ્રોમોમાં છવાઈ ગયાં છે.

ટ્રેલર જોઈ ફૅન્સ ખુશ

ટ્રેલર જોઈ ફૅન્સ ખુશ

ગુલાબ ગૅંગના ટ્રેલરમાં માધુરી દીક્ષિતના સશક્ત પાત્રને જોઈ એમ જ લાગુ છે કે માધુરીએ આ વખતે બૉલીવુડમાં કમબૅક કર્યું છે, તો બહુ સમજી-વિચારીને અને લાંબી ઇનિંગના ઇરાદા સાથે કર્યું છે.

શિલ્પા-માહી પણ

શિલ્પા-માહી પણ

ફિલ્મમાં માધુરી-જુહી ઉપરાંત તનિષ્ઠા ચૅટર્જી, શિલ્પા શુક્લા તેમજ માહી ગિલ પણ લીડ રોલમાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X