જુહી-માધુરી એક સાથે દેખાશે ગુલાબ ગૅંગમાં
મુંબઈ, 21 નવેમ્બર : નિર્માતા-દિગ્દર્શક અનુભવ સિન્હા કઈંક એવુ કરવા જઈ રહ્યાં છે કે જે બૉલીવુડના ઇતિહાસમાં અત્યાર સુધી નથી થયું. હા જી. અનુભવ સિન્હા બૉલીવુડની બે દિગ્ગજ અભિનેત્રીઓને એક સાથે પડદે ઉતારવાં જઈ રહ્યાં છે. આપ સમજી ગયા હશો કે અમે કોની વાત કરીએ છીએ. અમે વાત કરીએ છીએ માધુરી દીક્ષિત અને જુહી ચાવલાની.

વીતેલા જમાનામાં એક-બીજા સાથે પ્રતિસ્પર્ધા કરનાર માધુરી-જુહી અનુભવ સિન્હાની આગામી ફિલ્મ ગુલાબ ગૅંગમાં એક સાથે નજરે પડશે. મળતી માહિતી પ્રમાણે બંને અભિનેત્રીઓએ ફિલ્મનો સ્વીકાર કર્યો છે.
અનુભવનું કહેવું છે કે સ્ત્રી-પ્રધાન આ ફિલ્મ માટે અમને બે એવા ચહેરાઓ જોઇતા હતાં કે જે સુંદર હોય અને અભિનયમાં નિપુણ હોય. આ બાબતમાં માધુરી અને જુહી કરતાં સારા કોઈ વિકલ્પ ન હોઈ શકે. મને આશા છે કે લોકો બંનેને એક સાથે પડદા ઊપર જરૂર પસંદ કરશે.
આપને જણાવી દઇએ કે ઉત્તર પ્રદેશની ગુલાબી ગૅંગ પર આધારિત ફિલ્મ ગુલાબ ગૅંગની વાર્તા ગુલાબી ગૅંગના પ્રમુખ સમ્પત પાલના જીવન પર આધારિત છે. જોકે સમ્પત પાલ આ ફિલ્મનો પહેલાં જ વિરોધ કરી ચુક્યાં છે, જ્યારે અનુભવે જણાવ્યું છે કે તેમની ફિલ્મ સમ્પત પાલની વાર્તા નથી.
ખેર, જે કઈં હોય. દર્શકોને ઘણાં દિવસો પછી અભિનય-કૌશલ્ય ધરાવતી ફિલ્મ જોવા મળશે અને આશા કરી શકાય કે તેવા લોકોને ગુલાબ ગૅંગ જરૂર પસંદ આવશે કે જેમને માધુરી અને જુહી બંને પસંદ છે. એ જોવું પણ રસપ્રદ રહેશે કે કોણ કોની ઊપર ભારે પડે છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
