અભિનેતા મહેશ આનંદની લાશ પાસે મળી દારૂની બોટલ, ટીવી ચાલુ, જમવાની ડીશ
બોલિવુડના જાણીતા ખલનાયક મહેશ આનંદ શનિવારે પોતાના ઘરે મૃત હાલતમાં જોવા મળ્યા.
બોલિવુડના જાણીતા ખલનાયક મહેશ આનંદ શનિવારે પોતાના ઘરે મૃત હાલતમાં જોવા મળ્યા. વર્ષ 1980 અને 1990ના દશકના લોકપ્રિય અભિનેતા મહેશ આનંદને તેમની લાંબી અને સખત કદ કાઠી માટે ઓળખવામાં આવતા હતા. તેમણે ઘણી ફિલ્મોમાં મુખ્ય વિલનની ભૂમિકા ભજવી હતી. આનંદ ઘરમાં ટ્રેક સૂટ પહેરેલી હાલતમાં મળ્યા. બૉડી પાસે પ્લેટ મૂકેલી હતી જેને જોઈને લાગી રહ્યુ હતુ કે તેમણે ભોજન લીધુ હતુ. દારૂની એક બોટલ પણ એક્ટરની બૉડી પાસે મળી છે. એક્ટરના ઘરની બહાર લંચ બૉક્સ મળ્યા છે.

જો કે મહેશ આનંદનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે જેમાં મોતને નેચરલ બતાવવામાં આવ્યુ છે. મહેશ ઘરમાં 18 વર્ષોથી એકલા રહેતા હતા. શનિવારે જ્યારે મેડ તેમના ઘરમાં આવી ત્યારે દરવાજો નૉક કરવા પર કોઈ રિસ્પોન્સ મળ્યો નહોતો. બાદમાં પડોશીએએ ઘરની અંદર દૂર્ગંધ આવવાની ફરિયાદ પોલિસને કરી હતી. જ્યારે પોલિસ દરવાજો તોડીને ઘરની અંદર દાખલ થઈ તો મહેશને મૃત હાલતમાં જોયા. આ ઉપરાંત તેમનુ ટીવી ચાલુ હતુ. આટલુ જ નહિ મહેશની બૉડી ડી-કમ્પોઝ (ખરાબ) થના લાગી હતી.
18 વર્ષ બાદ કોઈ ફિલ્મમાં જોવા મળ્યા હતા મહેશ...
મહેશ આનંદે 18 વર્ષો સુધી ફિલ્મોથી દૂર રહ્યા બાદ પ્રોડ્યુસર પહલાજ નિહલાનીની ફિલ્મ 'રંગીલા રાજા' સાઈન કરી હતી. ફિલ્મના મળવાની કહાની શેર કરતા આનંદે જણાવ્યુ હતુ - મને નિહલાની તરફથી એક મેસેજ આવ્યો જેમાં લખ્યુ હતુ - કોલ મી. મે તેમને કોલ કર્યો તો તેમણે કહ્યુ - બેટા કેટલા આવીશ ઓફિસ. મારી પાસે ઑટો રિક્ષાના પણ પૈસા નહોતા. હું ખૂબ તંગીમાંથી પસાર થઈ રહ્યો હતો. નિહલાની સાથે મુલાકાત વિશે વાત કરતા મહેશે કહ્યુ, 'પહલાજજીએ કહ્યુ હતુ કે મૂવી લગભગ પૂરી થઈ ચૂકી છે પરંતુ તારા માટે 6 મિનિટનો રોલ છે જે તુ કરી શકે છે.'












Click it and Unblock the Notifications
