ફેસબુક પર મહેશ ભટ્ટ સામે વિરોધનો મારો
મુંબઈ, 5 નવેમ્બર : જાણીતાં ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટે ભારતીયોને સેક્સ ભુખ્યાં શું કહ્યું કે તેમને લઈને ફેસબુક ઉપર જોર-શોરથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ફેસબુક પર લોકોએ જણાવ્યું કે મહેશ ભટ્ટનું મગજ ખરાબ છે. એટલે જ તો તેઓ આ પ્રકારની વાતો કરી રહ્યાં છે. જો એવું હોત, તો બડજાત્યા અને યશ ચોપરાની ફિલ્મો લોકોને ગમત જ નહિં. વાસ્તવિકતા તો એ ચે કે મહેશ ભટ્ટની ફિલ્મોમાં સેક્સ સિવાય કશું હોતું જ નથી.
એચડીએફસી બૅંકમાં કામ કરતાં સુનીતા જૈને પોતાના ફેસબુક ઉપર લખ્યું છે કે અર્થથી લઈજિસ્મ સુધીની તમામ ફિલ્મોમાં સેક્સ ભરેલું છે. એ તો તેમની કિસ્મત સારી છે કે તેમની ફિલ્મોમાં ંગીત અને વાર્તા પણ હોય છે. તેથી ફિલ્મો ચાલી જાય છે, પરંતુ ભટ્ટનું આ નિવેદન તેમની ગંદી માનસિકતાનું ઉદાહરણ છે.
ઉલ્લેખનીય છે કે મહેશ ભટ્ટે જણાવ્યું હતું કે ભારતીય દર્શકો ફિલ્મોમાં સેક્સ બતાવાતાં વધુ સંતુષ્ટ થાય છે, પરંતુ તેઓ આ વાત લોકોને કહેતાં નથી. તમામ ભારતીય સેક્સના ભુખ્યાં છે. મહેશ ભટ્ટે જણાવ્યું કે જ્યારે જિસ્મ 2 માટે સન્ની લિયોનને લેવાની વાત થઈ, ત્યારે ઘણો હંગામો થયો, પરંતુ 6 કરોડની ફિલ્મે 36 કરોડનો બિઝનેસ કર્યો. તેથી સાબિત થાય છે કે ભારતીયોને શું પસંદ છે. મહેશ ભટ્ટે જણાવ્યું કે આજના લોકોને સેક્સનો મસાલો જોઇએ. તેથી સેક્સી ફિલ્મો તેઓ બનાવે છે. આપને જણાવી દઇએ કે આ અગાઉ આ પ્રકારની વાતો પૂનમ પાન્ડે તેમજ મહેશ ભટ્ટની પુત્રી આલિયા ભટ્ટે પણ કરી હતી. આલિયાએ જણાવ્યુ હતું કે તેમને સેક્સ સીન્સ આપવા સામે કોઈ વાંધો નથી, જ્યારે પૂનમે જણાવ્યુ હતું કે અહીંના લોકો લપાઈ-છુપાઈને સેક્સ જુએ છે. તેથી મેં એડલ્ટ ફિલ્મ સાઇન કરી છે.













Click it and Unblock the Notifications
