Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બોલિવૂડની આ હસીનાઓને ડેટ કરી ચુક્યા છે મહેશ ભટ્ટ, વિવાદોથી ભરેલી છે પુરી લાઈફ

બોલિવૂડના જાણીતા ફિલ્મ ડિરેક્ટર અને ઘણા વિવાદોમાં રહેનારા મહેશ ભટ્ટ આ દિવસોમાં ચર્ચામાં છે. મહેશ ભટ્ટ તેમની પુત્રી પુજા ભટ્ટને મળવા બિગ બોસ ઓટીટીમાં પહોંચ્યા છે. બિગ બોસમાં હાલ ફેમેલી વિકની ઉજવણી કરવામાં આવી રહી છે.

મહેશ ભટ્ટ બિગ બોસ ઓટીટીમાં પહોંચીને ભાવુક જોવા મળ્યા હતા. અહીં તેમને ખરાબ સમયમાં મદદ કરવા માટે તેમની દિકરી પુજા ભટ્ટના વખાણ કર્યા હતા. જો કે આ પહેલી વખત નથી જ્યારે મહેશ ભટ્ટ ચર્ચામાં આવ્યા હોય. તે ઘણા વિવાદોમાં રહી ચુક્યા છે. આ સિવાય તેમના અફેરની યાદી પણ લાંબી છે. આજે આપણે તેના વિશે જ ચર્ચા કરવાના છીએ.

Mahesh Bhatt

પૂજા ભટ્ટ મહેશ ભટ્ટ અને તેમની પહેલી પત્ની લોરેન બ્રાઈટની જ પુત્રી છે. મહેશ ભટ્ટનું નામ ઘણી મહિલાઓ સાથે જોડાયેલું છે. આ સિવાય તેમના લગ્નો બહાર પણ તેમનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયુ છે.

લોરેન બ્રાઈટ
મહેશ ભટ્ટ અને લોરેન બ્રાઈટ કોલેજના દિવસોમાં મળ્યા અને પછી મિત્રતા પ્રેમમાં બદલાઈએ ગઈ. મહેશ ભટ્ટ તેની ગર્લફ્રેન્ડ લોરેન બ્રાઈટને તેની કોલેજમાં મળવા જતા. થોડા સમય પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને વર્ષ 1968માં લગ્ન કર્યા. ત્યારબાદ લોરેને પોતાનું નામ બદલીને કિરણ રાખી લીધુ. જો કે આ બન્ને વચ્ચે પરવીન બાબીનું નામ આવ્યુ અને બન્ને વચ્ચે તકરારો શરૂ થઈ. આ જ કારણથી બન્નેના ડિવોર્સ પણ થયા.

પરવીન બાબી
પરિણીત હોવા છતાં મહેશ ભટ્ટ પરવીન બાબી સાથે રિલેશનમાં હતા. તેમણે વર્ષ 1977માં પરવીન બાબીને પોતાના દિલની વાત પણ કહી હતી. અહેવાલો અનુસાર, તેમને પોતાની પત્નીને લોરેન બ્રાઈટને છોડીને પરવીન બોબી સાથે લિવ-ઈનમાં રહેવાનું શરૂ કરી દીધુ હતુ. જો કે આ દરમિયાન મહેશ ભટ્ટને પરવીન બાબીની ગંભીર બીમારી સ્કિઝોફ્રેનિયા વિશે ખબર પડી. ત્યાંથી જ બન્નેનો સંબંધ બદલાઈ ગયો.

આ સમયમાં પરવીન બાબી ફિલ્મોથી દુર થતી ગઈ અને પોતાને ઘરમાં કેદ રાખવા લાગી. આ દરમિયાન અચાનત પરવીન બાબીનું મોત થઈ ગયુ. કહેવાય છે કે પરવીન બાબીના પરિવારના કોઈ લોકો તેની બોડી લેવા ન આવતા મહેશ ભટ્ટે જ પરવીન બાબીના અંતિમ સંસ્કાર કર્યા હતા.

સોની રાજદાન
પરવીન બાબી બાદ મહેશ ભટ્ટની લાઈફમાં સોની રાઝદાનની એન્ટ્રી થઈ. અહેવાલો અનુસાર, સોની રાઝદાન અને મહેશ ભટ્ટે લગ્ન કરવા માટે ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. આ લગ્નથી આ દંપતીને શાહીન ભટ્ટ અને આલિયા ભટ્ટ નામની બે પુત્રીઓ છે.

રિયા ચક્રવર્તી
મહેશ ભટ્ટનું નામ ક્યારેક રિયા ચક્રવર્તી સાથે પણ જોડાયું હતું. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ મહેશ ભટ્ટ અને રિયા ચક્રવર્તીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. અહેવાલો અનુસાર, રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટનું અફેર ચાલી રહ્યુ છે. જો કે બન્નેએ આ બાબતે કોઈ વાત કરી નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X