એણે કહ્યું ફિલ્મ જોઇતી હોય તો નાઇટી પહેરીને દેખાડ અને પછી.., 11 વર્ષ બાદ એક્ટ્રેસનો ખુલાસો

કેટલીય અભિનેત્રીઓ પોતાની સાથે થયેલ કાસ્ટિંગ કાઉચની ઘટના અંગે વાત કરતી જોવા મળી રહી છે. આવો જ એક ચોંકાવનારો ખુલાસો અભિનેત્રી માહી ગિલે કર્યો છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અવાર નવાર કાસ્ટિંગ કાઉચને લઇને કોઇને કોઇ બબાલ જોવા કે સાંભળવા મળતી રહે છે. પહેલાં એક એક્ટ્રેસ રસ્તાની વચ્ચે ટોપલેસ થઇ ગઇ પછી જાણીતિ કેટલીય હસ્તીઓએ કાસ્ટિંગ કાઉચ પર વિવાદિત નિવેદન આપ્યું. હવે ધીરે-ધીરે કેટલીય અભિનેત્રીઓ પોતાની સાથે થયેલ કાસ્ટિંગ કાઉચની ઘટના અંગે વાત કરતી જોવા મળી રહી છે. આવો જ એક ચોંકાવનારો ખુલાસો અભિનેત્રી માહી ગિલે કર્યો છે. જે બાદ એમના ખુલાસાને સોશિયલ મીડિયા પર બબાલ શરૂ કરી દીધી છે.

માહી ગિલે કહ્યું કે, "હું પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર થઇ ચૂકી છું. મને એ ડાયરેક્ટરનું નામ યાદ નથી. કરિયરની શરુઆતમાં ડાયરેક્ટરને મળવા માટે સૂટ પહેરીને ગઇ હતી. ત્યારે ડાયરેક્ટરે કહ્યું કે જો આવી રીતે સૂટ પહેરીને આવીશ તો કોઇપણ ફિલ્મમાં કામ નહીં આફે. જ્યારે બીજા એક ડાયરેક્ટરે મને કહ્યું જોવા માગું છું કે તું નાઇટીમાં કેવી લાગશે?" માહીએ જણાવ્યું કે આ ઘટના 11 વર્ષ જૂની છે.

માહીએ કહ્યું કે તે નવી હોવાના કારણે આવી વાતો સાંભળીને ડરી ગઇ હતી. એક સમય તો એવો આવી ગયો હતો કે હું એમ વિચારવા મજબૂર થઇ ગઇ હતી કે શું ખરેખર સૂટ પહેરવા પર રોલ ન મળે અને કોઇ કામ નહીં આપે? માહીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે. માહી ગિલે 2007માં ફિલ્મ 'ખોયા ખોયા ચાંદ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ ફિલ્મ 'દેવદાસ'થી એમને ઓળખ મળી હતી. આ ફિલ્મમાં માહીએ પારોનો રોલ નીભાવ્યો હતો. આગળ જૂઓ બૉલીવુડની સૌથી બોલ્ડ એક્ટ્રેસની હૉટ તસવીરો અને જાણો એમના વિશેની ખાસ વાતો.

આ ફિલ્મોથી મળી ઓળખ

આ ફિલ્મોથી મળી ઓળખ

2003માં પંજાબી ફિલ્મ હવાએંથી એક્ટિંગમાં ડેબ્યુ કરનાર માહી ગિલને દેવદાસ, ગુલાલ, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર જેવી ફિલ્મોથી ઓળખ મળી છે.

હોટનેસમાં કમી નથી

હોટનેસમાં કમી નથી

બૉલીવુડની અભિનેત્રી માહી ગિલ 19 ડિસેમ્બરે 42 વર્ષની થઇ ગઇ છે, પરંતુ આ ઉમ્રમાં પણ એમની હૉટનેસમાં કંઇ કમી નથી આવી.

બોલ્ડ અને ટેલેન્ટેડ

બોલ્ડ અને ટેલેન્ટેડ

પંજાબના ચંદીગઢ સાથે નાતો ધરાવતી માહીના અભિનયને પાન સિંહ તોમર, દબંગ, સાહેબ બીબી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ જેવી ફિલ્મોમાં વખાણવામા આવ્યો.

અવોર્ડ મળ્યો

અવોર્ડ મળ્યો

વર્ષ 2010માં ફિલ્મ દેવ ડી માટે માહીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મ ફેર અવોર્ડ પણ મળી ચૂક્યો છે. સાથે જ દેવ ડી માટે એમને 2010નો આઇફા સ્ટાર ડેબ્યૂ અવોર્ડ પણ મળી ચૂક્યો છે.

વધુ એક શાનદાર ફિલ્મ

વધુ એક શાનદાર ફિલ્મ

2012માં સાહેબ, બીબી ઔર ગેંગસ્ટર માટે ફિલ્મ ફેર અવોર્ડ અને આઇફા અવોર્ડમાં માહી નોમિનેટ થઇ ચૂકી છે.

આ છે અસલી નામ

આ છે અસલી નામ

માહીનું અસલી નામ રિમ્પી ગિલ કૌર છે. એમણે ચંદીગઢમાં પંજાબ યૂનિવર્સિટીથી થિયેટરમાં માસ્ટર ડિ્રી મેળવી છે.

પર્સનલ જીંદગી ઠીક નથી

પર્સનલ જીંદગી ઠીક નથી

માહી ગિલના લગ્ન બહુ જલદી જ થઇ ગયાં હતાં. એક ઇન્ટર્વ્યૂમાં માહીએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે મારા લગ્ન વખતે હું મેચ્યોર ન હતી. બાદમાં માહીના તલાક થઇ ગયા હતા.

આગામી ફિલ્મ

આગામી ફિલ્મ

અભિનેતા નાના પાટેકર સાથે માહી ફિલ્મ વેડિંગ એનિવર્સરીમાં જોવા મળી હતી અને હવે તે ફિલ્મ સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર 3ની તૈયારી કરી રહી છે.

બોલ્ડ એક્ટ્રેસ

બોલ્ડ એક્ટ્રેસ

માહીની ગણતરી બૉલીવુડની બોલ્ડ એક્ટ્રેસમાં થાય છે.

પંજાબી એક્ટ્રેસ

પંજાબી એક્ટ્રેસ

માહીએ ચંદીગઢમાં પંજાબ યૂનિર્સિટીથી થિયેટરમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. માહી ગિલ બૉલીવુડમાં કામ કરતા પહેલા પંજાબી ફિલ્મોમાં કામ કરતી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X