B'day: આટલી સુંદર મહિમા ચૌધરી તરસતી રહી પરંતુ ન મળ્યો સાચો પ્રેમ, એકલા કર્યો દીકરીનો ઉછેર
આટલી સુંદર હોવા છતા મહિમા વાસ્તવિક જીવનમાં પ્રેમ માટે તરસતી રહી. જાણો તેના જીવન વિશે.
મુંબઈઃ બૉલિવુડની ફિલ્મો જોઈને ઘણીવાર એવુ લાગે છે કે આ સ્ટાર્સની લવ ફાઈલ પણ કંઈક આવી જ હશે. દુનિયાભરની ફિલ્મોમાં અદ્ભુત કેમેસ્ટ્રી, રોમાન્સ, પ્રેમ અને મહોબતની વાતો સાંભળીને લાગે છે કે આ સ્ટાર્સ વાસ્તવિક જીવનમાં પણ કેટલા ખુશ હશે. પરંતુ એવુ જરૂરી નથી કે તેમની લવ લાઈફ એવી જ હોવી જોઈએ જેવી આપણે ફિલ્મોમાં જોઈએ છીએ. મહિમા ચૌધરી સાથે પણ કંઈક આવુ જ થયુ હતુ. આટલી સુંદર હોવા છતા મહિમા વાસ્તવિક જીવનમાં પ્રેમ માટે તરસતી રહી.

શાહરુખ સાથે શરુ કરી કરિયર
મહિમા ચૌધરીએ પોતાના કરિયરની શરૂઆત શાહરૂખ ખાન સાથે કરી હતી. જ્યારે અભિનેત્રીએ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે તેની સુંદરતા જોઈને બધા અનુમાન કરવા લાગ્યા કે તે બૉલીવુડમાં પોતાનો જાદુ ફેલાવશે. મહિમાએ 'પરદેશ' ફિલ્મમાં શાનદાર અભિનય કરીને લાખો લોકોના દિલ જીતી લીધા હતા.

પેસ સાથે વધી નિકટતા
જો મહિમાની લવ લાઈફની વાત કરીએ તો જ્યારે અભિનેત્રી તેની કરિયરની ટોચ પર હતી ત્યારે તેની લવ લાઈફની ચર્ચાઓ કંઈ કમ ન હતી. સુંદર મહિમાને જોઈને બધાને તેની લવ લાઈફ વિશે જાણવામાં ખૂબ જ રસ હતો. આ દરમિયાન તેનુનામ લિએન્ડર પેસ સાથે પણ જોડાયુ હતુ. બંને વચ્ચે નિકટતા વધવા લાગી.

ત્રણ વર્ષ સુધી કર્યુ ડેટ
ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને મહિમાએ લિએન્ડર સાથે બ્રેકઅપ કરી લીધુ. બંનેના બ્રેકઅપના સમાચારે ચાહકોને મોટો આંચકો આપ્યો હતો. લિએન્ડરે મહિમા સાથે છેતરપિંડી કરી હતી. જેના પછી અભિનેત્રીએ સંબંધ તોડવાનો નિર્ણય લીધો હતો.

બૉબી મુખર્જી સાથે કર્યા લગ્ન
સંબંધોના અંતના થોડા સમય બાદ જ મહિમા ચૌધરીની આર્કિટેક્ટ બિઝનેસમેન બૉબી મુખર્જી સાથે નિકટતા વધવા લાગી. બૉબીએ છૂટાછેડા લીધા હતા. મહિમા અને બૉબીના લગ્ન 19 માર્ચ, 2022ના રોજ અમેરિકાના લાસ વેગાસની એક હોટલમાં થયા હતા.

ગૂપ્ત રીતે થયા લગ્ન
બંનેના લગ્ન ખૂબ જ ગુપ્ત રીતે થયા હતા. મહિમાને બૉબીથી એક પુત્રી પણ હતી. બૉબીએ છૂટાછેડા લીધા હતા અને તે તેની પ્રથમ પત્ની સાથે કેટલીક કાનૂની સમસ્યાઓમાં ફસાઈ ગયો હતો ત્યારબાદ મહિમા તેના પતિથી દૂર રહેવા લાગી હતી.

પતિથી કેમ થઈ અલગ?
વર્ષ 2011માં મહિમાએ તેના પતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી તે પોતાની દીકરીની જાતે જ સંભાળ રાખે છે. મહિમા ચૌધરી અને બબી મુખર્જી સાથે નથી રહેતા પરંતુ બંને વચ્ચે છૂટાછેડા થયા નથી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મહિમા ચૌધરી ટૂંક સમયમાં કંગના રનોતની ફિલ્મ 'ઇમરજન્સી'માં જોવા મળશે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ










Click it and Unblock the Notifications
