For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ! હું આજે હીરોઇન હોત : માલા સિન્હા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 27 એપ્રિલ : વીતેલા જમાનાના જાણીતા અભિનેત્રી માલા સિન્હાને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પોતાના અમૂલ્ય ફાળા બદલ ટુંકમાં જ ફાલ્કે આઇકૉન સિને આર્ટિસ્ટ ઍવૉર્ડથી સન્માનવામાં આવશે. માલા સિન્હાએ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પ્રેસ કૉન્ફરંસમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું - અમે જે દોરમાં કામ કરતા હતાં, તેની સરખામણીએ આજનું ફિલ્મ ઉદ્યોગ બૉલીવુડ ટેક્નિકલ દૃષ્ટિએ ખૂબ આગળ નિકળી ચુક્યું છે. કાશ! હું આજે હીરોઇન હોત.

malasinha

દાદાસાહેબ ફાળકે એકેડેમી પુરસ્કાર સમારંભ દર વર્ષે દાદાસાહેબ ફાળકે જયંતીએ યોજાય છે. તેની 13મી આવૃત્તિ 30મી એપ્રિલના રોજ યોજાશે. માલા સિન્હા આજના દોરના ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાવા માટેનું એક મોટું કારણ પુરસ્કારોને ગણાવે છે. તેમને સર્વશ્રેષ્ઠ અભિનેત્રી કૅટેગરીમાં ચાર વખત ફિલ્મફૅર પુરસ્કાર માટે નૉમિનેટ કરાયા હતાં, પરંતુ તેમને ક્યારેય પુરસ્કાર ન મળ્યું.

માલા સિન્હાએ જણાવ્યું - હું દર અઠવાડિયે ટેલીવિઝન ઉપર કોઈને કોઈ પુરસ્કાર સમારંભ યોજાતું જોઉ છું. સમય બદલાઈ ચુક્યો છે. અમે લોકો પુરસ્કાર માટે તલસતા હતાં. અમને ક્યારેક પુરસ્કાર મળતું, પણ આજે પુરસ્કારોની કોઈ કમી નથી. કેટલું સારૂં હોત કે હું આજે હીરોઇન હોત અને આપ મને દરેક ટીવી ચૅનલે પુરસ્કાર સ્વીકારતાં જોવત.

નોંધનીય છે કે 76 વર્ષીય માલા સિન્હાએ 1950 અને 60ના દાયકામાં રૂપેરી પડદે રાજ કર્યુ હતું. તેમના ફિલ્મી કૅરિરયની શરુઆત ગુરુદત્ત સાથે સુહાગન ફિલ્મ દ્વારા થઈ હતી. તેમણે સોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું. તેમણએ પ્યાસા (1952), દિલ તેરા દીવાના (1962), ગુમરાહ (1963) અને આંખેં (1968) જેવી લોકપ્રિય ફિલ્મો કરી હતી. માલા સિન્હા છેલ્લી વાર જિદ (1994) ફિલ્મમાં દેખાયા હતાં.

English summary
Yesteryears' actress Mala Sinha, who will soon be conferred the Phalke Icon Cine Artist Award for her unmatched contribution to the film industry, says she would have loved to be part of today's technologically advanced industry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X