Malaika Aroraના પિતાએ મોત પહેલા કર્યો હતો કૉલ, Anil Mehtaએ કહી હતી આ વાત
Malaika Arora Father Death: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. સમાચાર છે કે મલાઈકા અરોરાના પિતાએ આત્મહત્યા કરી લીધી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, મલાઈકા અરોરાના પિતાએ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્થિત તેમના ઘરના 7માં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે.
આ ઘટના બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અનિલ મહેતાનું મૃત્યુ આત્મહત્યા છે કે અકસ્માત તે અંગે હજુ સુધી માહિતી મળી નથી. મલાઈકાના પિતાના નિધન બાદ લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અનિલ મહેતાએ ડિપ્રેશનના કારણે આ પગલું ભર્યું છે.

જો કે, કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે અનિલ અરોરાએ આત્મહત્યા કરતા પહેલા તેની બે પુત્રીઓ મલાઈકા અરોરા અને અમૃતા અરોરાને ફોન કર્યો હતો. તેમના મૃત્યુ પહેલાની તેમની અંતિમ ક્ષણોમાં, તેમણે તેમની બે પુત્રીઓ સાથે તેમની હૃદયની લાગણીઓ શેર કરી અને પછી આત્મહત્યા કરી.
પોલીસ મલાઈકા અરોરાના પિતાના આત્મહત્યા કેસની નજીકથી તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, તપાસમાં સૌથી પહેલી વાત સામે આવી છે કે પોલીસનું કહેવું છે કે અનિલ અરોરાએ આત્મહત્યા કરતા પહેલા તેની પુત્રીઓ મલાઈકા અરોરા અને અમૃતા અરોરાને ફોન કર્યો હતો.
મૃત્યુ પહેલાની છેલ્લી ક્ષણોમાં અનિલ અરોરાએ તેમની બંને દીકરીઓ સાથે વાત કરતાં કહ્યું હતું - હું બીમાર છું, હવે થાકી ગયો છું. તેમણે મલાઈકા અને અમૃતાને એમ પણ કહ્યું હતું કે તે બીમારીથી પરેશાન છે. મીડિયા રિપોર્ટસ અનુસાર અનિલ મહેતા તેમની નાની દીકરી અમૃતા અરોરાની ખૂબ જ નજીક હતા. આત્મહત્યા કરતા પહેલા તેમણે અમૃતા સાથે ફોન પર વાત કરી હતી. જો કે પરિવાર દ્વારા હજુ સુધી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.
કહેવાય છે કે જ્યારે મલાઈકાના પિતા અનિલ અરોરાએ આત્મહત્યા કરી ત્યારે તેમની પૂર્વ પત્ની જૉયસ પણ આ જ બિલ્ડિંગના ફ્લેટમાં હાજર હતી. અનિલ અરોરા દરરોજ સવારે મલાઈકાની માતાને હેલો કહેવા આવતા હતા, પરંતુ 11 સપ્ટેમ્બર 2024ની સવારે આવું ન થયું. કહેવાય છે કે અનિલ અરોરા સિગારેટ પીવા માટે બાલ્કનીમાં આવ્યા હતા અને સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી.
મલાઈકા અરોરાને તેના પિતાના મૃત્યુની માહિતી મળતા જ તે તુરંત પુણેથી મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી. અનિલ અરોરાના નિધનથી સમગ્ર પરિવાર ઘેરા શોકમાં છે. કહેવાય છે કે મલાઈકા અને અમૃતા તેમના પિતાના અવસાનથી ખૂબ જ રડી રહ્યાં છે. બંનેએ પોલીસ સમક્ષ પોતાના નિવેદન નોંધ્યા છે. મળતી માહિતી મુજબ, અનિલ અરોરાના અંતિમ સંસ્કાર સાંતાક્રુઝના હિંદુ સ્મશાન ભૂમિમાં આજે એટલે કે 12 સપ્ટેમ્બર, 2024ના રોજ સવારે 11 વાગ્યે કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
