Malaika-Arjun: બ્રેક અપની અફવાઓ વચ્ચે મલાઈકા અરોરા-અર્જૂન કપૂર ગયા ડિનર ડેટ પર, વીડિયો વાયરલ
Malaika Arjun Dinner Date Video: મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર બૉલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. સોશિયલ મીડિયા દ્વારા તેમના પ્રેમને વ્યક્ત કરવામાં આ કપલને બિલકુલ ખચકાટ નથી થતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ કપલના બ્રેકઅપના સમાચાર સામે આવી રહ્યા છે. જેના કારણે તેના તમામ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે છેલ્લા કેટલાક દિવસોથી ન તો એક સાથે પોસ્ટ શેર કરી હતી અને ન તો સાથે જોવા મળ્યા હતા. આ સ્થિતિમાં ચાહકો અનુમાન લગાવવા લાગ્યા કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. જો કે, હવે કપલે પોતે જ આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધુ છે.

અર્જુન કપૂર તેની પ્રેમિકા મલાઈકા અરોરા સાથે ડિનર ડેટ પર ગયો હતો. કપલનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અર્જુન કપૂરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર મલાઈકા અરોરા સાથેની ડિનર ડેટનો વીડિયો શેર કર્યો છે. જેમાં અભિનેત્રી ફૂડ એન્જોય કરતી જોવા મળી હતી.
આ વીડિયો શેર કર્યા બાદ અર્જુને કેપ્શનમાં લખ્યું, 'મલાઈકા અરોરા રવિવારની મજા માણી રહી છે'. હાલમાં આ કપલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આનાથી સાબિત થયું કે બંને વચ્ચે બધું બરાબર છે.
અગાઉ, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર મુંબઈમાં ટેનિસ પ્રીમિયર લીગ સીઝન 5ની હરાજીમાં સાથે જોવા મળ્યા હતા. બંનેએ મીડિયા સામે જોરદાર પોઝ આપ્યા હતા. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં સોનુ સૂદ, તાપસી પન્નુ, રકુલ પ્રીત સિંહ સહિત ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો.
તમને જણાવી દઈએ કે અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા બાદ અર્જુન કપૂરે મલાઈકા અરોરાના જીવનમાં એન્ટ્રી કરી હતી. આ પછી, કપલે વર્ષ 2021માં તેમના સંબંધોને ઑફિશિયલ કર્યા હતા. ત્યારથી, ઘણા ચાહકો કપલના લગ્ન વિશે પ્રશ્નો પૂછી રહ્યા છે. જો કે, હજુ સુધી બંનેએ આ વિશે મૌન તોડ્યુ નથી.












Click it and Unblock the Notifications
