Malaika Arora Boyfriend : અર્જુન કપૂરને છોડી અન્યના પ્રેમમાં પડી મલાઈકા અરોરા? જાણો કોણ છે આ નવો બોયફ્રેન્ડ?
Malaika Arora Boyfriend : બોલિવૂડની મોસ્ટ ફેમસ ફેશન એન્ડ ડાન્સિંગ આઈકોન મલાઈકા અરોરા સતત તેના અફેરને લઈને ચર્ચામાં છે.
હાલમાં જ મલાઈકા અરોરા તેના અર્જૂન કપૂર સાથેના અફેરને લઈને ચર્ચામાં હતી. જો કે હવે મલાઈકા અરોરાનું નામ અન્ય વ્યક્તિ સાથે જોડવામાં આવી રહ્યું છે.

સમાચારો પર વિશ્વાસ કરીએ તો મલાઈકા અરોરાનું દિલ અર્જુન કપૂરને છોડીને અન્ય વ્યક્તિ પર આવ્યુ છે. અહેવાલો અનુસાર, મલાઈકા અરોરા ફેશન સ્ટાઈલિશ રાહુલ વિજયને ડેટ કરી રહી છે.
અર્જૂન કપૂર સાથે બ્રેકઅપ બાદ મલાઈકા અરોરા સતત રાહુલ વિજય સાથે જોના મળી રહી છે. બન્ને ઘણી જગ્યાઓએ સાથે જોવા મળ્યા છે. હાલમાં જ બન્ને એક કોન્સર્ટમાં સાથે મસ્તી કરતા કેમેરામાં કેદ થયા હતા.
આ ફોટો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ છે કે મલાઈકા અને રાહુલ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. મલાઈકા અરોરા અને રાહુલ વિજયની ડેટિંગના અહેવાલો વચ્ચે મલાઈકાના અજીકના સુત્રો આ વાતને અફવા ગણાવી રહ્યાં છે.
સુત્રો કરી રહ્યાં છે કે રાહુલ વિજય તેના પુત્ર અરહાન ખાનનો સ્ટાઈલિસ્ટ છે અને તેથી જ તેઓ એકબીજાને ઓળખે છે આ અફવા સંપૂર્ણપણે વાહિયાત છે.
આ નિવેદન બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે મલાઈકા અરોરા ખુશ છે અને રાહુલ તેનો સારો મિત્ર છે. આ આખી વાત ત્યારે શરૂ થઈ જ્યારે રાહુલે એપી ઢિલ્લોનના કોન્સર્ટમાંથી મલાઈકાની કેટલીક તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી. આ પ્રસંગમાં અરોરાની હાજરી એક ખાસ વાત હતી.
જણાવી દઈએ કે, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ કપલ આ વર્ષે લગ્ન કરી શકે તેવી સંભાવના હતી પરંતુ સિંઘમ અગેઈન ફિલ્મના પ્રમોશન દરમિયાન અર્જુન કપૂરે કહ્યું કે તે હવે સિંગલ છે અને તેણે બ્રેકઅપની પુષ્ટિ કરી છે. જો કે બ્રેકઅપ બાદ પણ બંને એકબીજાને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે.












Click it and Unblock the Notifications
