Video: મલાઈકા અરોરા સજી દુલ્હનની જેમ, લોકોએ લગાવી લગ્નની અટકળો, જાણો શું છે સચ્ચાઈ

Malaika Arora Viral Video: બૉલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરા હાલ સોશિયલ મીડિયા પર પોપ્યુલર છે. હાલમાં જ તેના પગમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા, ત્યારબાદ લોકો તેના વિશે વિવિધ પ્રકારની વાતો કહેવા લાગ્યા હતા. જોકે, ઈજાના નિશાન જોઈને મલાઈકાના ચાહકો થોડા ચિંતિત પણ થઈ ગયા હતા.

હવે મલાઈકા અરોરાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાનો જલવો વિખેરી દીધો છે. ઈજાગ્રસ્ત હોવા છતાં, મલાઈકા અરોરાના મરાઠી લુકે લોકોના દિલ જીતી લીધા છે.

Malaika Arora

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા ભલે ફિલ્મોમાં જોવા ન મળે પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરે છે અને ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે. હાલમાં, મલાઈકાએ તેના મરાઠી લુકથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે.

મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મલાઈકા મરાઠી લુકમાં જોવા મળી રહી છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું- પરંપરાગત વધુ સુંદર.

વીડિયોમાં મલાઈકા ખૂબ જ ઉત્સાહથી પોતાની જાતને શણગારતી જોવા મળે છે. તેના પગમાં પાયલથી લઈને તેના વાળમાં ગજરા સુધી, તે બધું તેણે પહેર્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થયો છે. મલાઈકાના આ વીડિયો પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો જોયા બાદ દરેક તેના લુકના વખાણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરાએ તાજેતરમાં જ પોતાનો 48મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. હાલમાં જ મલાઈકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મલાઈકાના જમણા પગની જાંઘ પર કાળુ નિશાન સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે, જે ચોક્કસપણે કોઈ ઈજાનુ નિશાન છે. એટલું જ નહીં, વીડિયોમાં મલાઈકા પાપારાઝીથી આ નિશાન છૂપાવતી પણ જોવા મળે છે.

મલાઈકા અરોરાનો આ વીડિયો સામે આવ્યા બાદ એક્ટ્રેસના ફેન્સની ચિંતા વધી ગઈ છે. જોકે, આ મામલે મલાઈકા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી અને ન તો તેણે આ વિશે કંઈ કહ્યું છે. કોઈ જાણતું નથી કે મલાઈકા અરોરાના પગ પર દેખાતા આ કાળા નિશાન ઈજાના કારણે છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X