Malaika Arora Father Suicide : અનિલ અરોરા કે મહેતા? જાણો શું હતું મલાઈકા અરોરાના પિતાનું સાચુ નામ?
Malaika Arora Father Real Name : મલાઈકા અરોરાના પિતાએ આત્મહત્યા કરી લેતા પરિવારમાં દૂખનો માહોલ છે. આ માહોલ વચ્ચે તેના પિતાની સરનેમને લઈને પણ નવી ચર્ચા શરૂ થઈ છે.
ઘણા મીડિયા રિપોર્ટમાં મલાઈકા અરોરાનું નામ અનિલ મહેતા પણ કહેવામાં આવી રહ્યું છે. આ ચર્ચા વચ્ચે લોકો તેનું સાચુ નામ સર્ચ કરી રહ્યાં છે.

મલાઈકા અરોરાના પિતાની સરનેમે લોકોમાં મૂંઝવણ ઉભી કરી છે. ઘણા લોકો માનતા હતા કે તેમની સરનેમ નામ અરોરા હતી. આ વિસંગતતાએ ઓનલાઈન ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.
એક ભાવનાત્મક પોસ્ટમાં મલાઈકા અરોરાએ ઊંડો આઘાત વ્યક્ત કર્યો અને આ મુશ્કેલ સમયમાં ગોપનીયતાની વિનંતી કરી. મલાઈકા અરોરાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, અમારા પ્રિય પિતા અનિલ મહેતાના નિધનની જાહેરાત કરતા અમે ખૂબ જ દુખી છીએ.
તેણીએ આગળ લખ્યુ કે, તે સૌમ્ય આત્મા, સમર્પિત દાદા, પ્રેમાળ પતિ અને અમારા શ્રેષ્ઠ મિત્ર હતા. અમારા પરિવારને આ નુકસાનથી ખૂબ જ આઘાત લાગ્યો છે અને અમે મીડિયા અને શુભેચ્છકો પાસેથી ગોપનીયતાની વિનંતી કરીએ છીએ.
મલાઈકા અરોરાની આ પોસ્ટ પર લોકોએ સંવેદના અને સમર્થન વ્યક્ત કર્યું છે, પરંતુ ઘણા લોકો અભિનેત્રીના પિતાની અટકમાં તફાવત જોવાથી પોતાને રોકી શક્યા નથી. અરોરા અટકથી જાણીતી બનેલી મલાઈકાએ તેના પિતાને અનિલ કુલદીપ મહેતા ગણાવ્યા છે, જેના કારણે તેના મૂંઝવણ ઊભી થઈ છે.
હવે લોકો એ જાણવા માંગે છે કે ગૂગલ પર સર્ચ કરવાથી મલાઈકા અરોરાના પિતાનું નામ અનિલ અરોરા છે તો પછી મલાઈકાએ પોતાની પોસ્ટમાં તેના પિતાનું નામ અનિલ કુલદીપ મહેતા કેમ લખ્યું છે.
આ મૂંઝવણમાં વધારો કરતાં કેટલાક લોકોએ મલાઈકા અને તેના પિતા વચ્ચે નાની ઉંમરના તફાવત તરફ પણ ધ્યાન દોર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે પિતા અનિલ મહેતા તેમનાથી માત્ર 12 વર્ષ મોટા છે. આ કેવી રીતે શક્ય છે?












Click it and Unblock the Notifications
