First Look :ફરી બદનામ થશે મુન્ની... હવે ‘ફૅશન ખતમ મુઝ પર...’
મુંબઈ, 19 જુલાઈ : દબંગની મુન્ની ફરી એક વાર બદનામ થવા તૈયાર છે. હા જી, અમે વાત કરી રહ્યાં છીએ મલાઇકા અરોરા ખાનની કે જેઓ દબંગ ફિલ્મમાં મુન્ની બદનામ હુઈ... આયટમ સૉંગ બાદ બૉલીવુડમાં મુન્ની ગર્લ તરીકે જાણીતા બની ચુક્યાં છે. મલાઇકા અરોરા ખાન હવે વધુ એક આયટમ સૉંગ સાથે રૂપેરી પડદે લોકોના દિલ લૂંટવા આવી રહ્યાં છે.
અરબાઝ ખાન નિર્મિત ડૉલી કી ડોલી ફિલ્મમાં અરબાઝના પત્ની મલાઇકા અરોરા ખાન એક આયટમ સૉંગ કરી રહ્યાં છે. ફૅશન ખતમ મુઝ પર... બોલ ધરાવતુ આ આઇટમ સૉંગ મલાઇકા અને રાજકુમાર રાવ ઉપર શૂટ કરાયું છે. ગીતમાં ફિલ્મની લીડ હીરોઇન સોનમ કપૂર પણ દેખાય છે, પરંતુ તેઓ ડાન્સ નથી કરતાં.
ડૉલી કી ડોલી ફિલ્મના આ આયટમ સૉંગનું શૂટિંગ તાજેતરમાં જ પૂર્ણ થયું છે અને તેનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે, આપ પણ જુઓ :

મલાઇકા બહેતરીન
ડૉલી કી ડોલીના નિર્માતા અરબાઝ ખાને જણાવ્યું - મલાઇકા બહેતરીન લાગી રહી છે. તે પોતાના સૌંદર્યની ટોચે છે અે પહેલી વાર લિપ-સિંક કરનાર તથા નાચનાર રાજકુમાર રાવે પણ સારૂ કામ કર્યું છે.

સાજિદ-વાજિદનું સંગીત
ફૅશન ખતમ મુઝ પર... ગીત એક નાનકડા શહેરના લગ્નમાં દેખાશે. ગીતનું સંગીત સાજિદ-વાજિદે તૈયાર કર્યું છે.

મુન્ની સાથે સરખામણી નહીં
અરબાઝ ખાન કહે છે - ફૅશન ખતમ મુઝ પર... ગીતની તેમની જ ફિલ્મ દબંગના ગીત મુન્ની બદનામ હુઈ... સાથે સરખામણી થશે, પણ તેમનો ઇરાદો સરખામણી કરાવવાનો નહોતો.

મુન્ની કરતા જુદુ
મલાઇકા કહે છે - મને લાગે છે કે ફૅશન ખતમ... તો મુન્ની કરતા બિલ્કુલ જુદુ છે. સરખામણી કરવા જેવુ કંઈ નથી.

ફરાહની યાદ આવી
મલાઇકાએ જણાવ્યું - આ ગીતના શૂટિંગ દરમિયાન મને મુન્ની...ના કોરિયાગ્રાફર ફરાહ ખાન યાદ આવી ગયાં. આ ગીતમાં પહેલી વાર મેં રેમો ડિસૂઝા કામ કર્યું છે. ફરાહ મારા પારિવારિક સભ્યની જેમ છે, પરંતુ રેમો સાથે પણ કામ કરવામાં મજા આવી.

વધુ કપડા ન પહેરવાનો અફસોસ
મલાઇકા કહે છે - મને અફસોસ એટલો જ છે કે ગીતમાં વધુ કપડા ન પહેરી શકી. ગીતમાં કૉસ્ચ્યુમનું કામ મારા મિત્ર રિક રૉયે જોયું છે. ગીતમાં મને ઘાઘરો-ચોળી પહેરાવાયાં છે અને અમે ખિલેલા રંગો વડે વધુ રમ્યાં છીએ.

દમ છે મલાઇકામાં
આ ગીત વડે મલાઇકા અરોરા ખાને વધુ એક વાર સાબિત કરી આપ્યું કે તેમનામાં હજુ ઘણુ બાકી છે.












Click it and Unblock the Notifications
