Happy B'day : વીજે મલાઇકા મુન્ની બની ‘બદનામ હુઈ’
મુંબઈ, 23 ઑક્ટોબર : પ્યાર કે ગીત સુના જા રે... આયો રે આયો રે આયો રે મ્હારો ઢોલણા... કંઇક યાદ આવ્યું? આ ગીતની પંક્તિઓ વાંચ્યા બાદ ચોક્કસ આપની આંખો સામે મલાઇકા અરોરા અને અરબાઝ ખાનના ચહેરાઓ ઉપસી આવ્યા હશે. આ ગીત 1999માં રિલીઝ થયેલ પ્યાર કે ગીત મ્યુઝિક આલ્બમનું છે અને વીડિયોમાં દેખાતાં મલાઇકા અરોરા ખાન ચાલીસીએ પહોંચ્યાં છે.
હા જી, મલાઇકા અરોરા ખાનનો આજે જન્મ દિવસ છે. 23મી ઑક્ટોબર, 1973ના રોજ મુંબઈ ખાતે જન્મેલા મલાઇકાના પિતા પંજાબી અને માતા મલયાલી કૅથોલિક છે. તેમણે પોતાનું માધ્યમિક શિક્ષણ ચેમ્બૂર ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં લીધુ હતું. પ્યાર કે ગીત મ્યુઝિક આલ્બમ હિટ થતા પહેલા જ મલાઇકાએ અરબાઝ ખાન સાથે 1998માં લગ્ન કરી લીધા હતાં. તેનને એક પુત્ર અરહાન છે.
આવો તસવીરો સાથે જાણીએ મલાઇકા અરોરા ખાન વિશે :

મુન્ની તરીકે પ્રસિદ્ધ
મલાઇકા અરોરા ખાન દબંગ ફિલ્મમાં મુન્ની બદનામ હુઈ... આયટમ સૉંગ બાદ આજે બૉલીવુડમાં મુન્ની તરીકે જાણીતા છે, પરંતુ...

વીજે તરીકે શરુઆત
...પરંતુ તેમણે પોતાના કૅરિયરની શરુઆત એમટીવી ઇન્ડિયાના વીડિયો જૉકી એટલે કે વીજે તરીકે કરી હતી. મલાઇકા અને સાયરસ ભરૂચાએ ઘણા ટેલીવિઝન કાર્યક્રમોને હોસ્ટ કર્યાં. પછી...

મૉડેલિંગ-એડમાં સક્રિય
...પછી મલાઇકાએ મૉડેલિંગ અને એડ જગતમાં પ્રવેશ કર્યો અને આ સાથે જ તેમણે બૉલીવુડ ફિલ્મોમાં આયટમ સૉંગમાં પણ ઝંપલાવ્યું...

છંઇયા છંઇયાથી છવાયાં
...મલાઇકાનું દિલ સે ફિલ્મમાં કરેલું આયટમ સૉંગ ચલ છંઇયા છંઇયા... ખૂબ જ લોકપ્રિય થયુ હતું...

કાલ ધમાલ
...ઉપરાંત તેમણે કાલ ફિલ્મમાં કાલ ધમાલ... હે બૅબી ફિલ્મમાં ટાઇટલ સૉંગ તથા ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં ટાઇટલ સૉંગ કર્યુ હતું...

નાના પડદે પણ ચમક્યાં
...વર્ષ 2010માં તેમના નિર્માણ હેઠળ બનેલી ફિલ્મ દબંગમાં મુન્ની બદનામ હુઈ... આયટમ સૉંગે તેમને ટોચે પહોંચાડ્યાં. મલાઇકા નચ બલિયે, જરા નચકે દિખા અને ઝલક દિખલા જા જેવા શોમાં ભી દેખાયાં...

નિર્માણ ક્ષેત્રે ખુશ છું
વર્ષ 2010માં આવેલી દબંગ ફિલ્મ સાથે નિર્માતા બનેલા 40 વર્ષીય મલાઇકાએ તાજેતરમાં જ એક ઈવેંટ પ્રસંગે જણાવ્યું - હવે હું ફિલ્મો બનાવવાનો આનંત ઉઠાવી રહી છું.

નિર્માણમાં વ્યસ્ત
મલાઇકા કહે છે - હાલ હું અને અરબાઝ ફિલ્મ નિર્માણમાં ખૂબ જ વ્યસ્ત છીએ. પરંતુ તેનો મતલબ એ નથી કે હું કંઈ બીજુ નથી કરવા માંગતી. મલાઇકાની આગામી ફિલ્મ નિર્માણ માટે તૈયાર છે અને કદાચ તે 2013ના અંતે કે પછી આવતા વર્ષે રિલીઝ થશે.
-
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
RR vs MI, IPL 2026: ગુવાહાટી વેધર અપડેટ - શું ફરી એકવાર મેચ વરસાદમાં ધોવાઈ જશે?




Click it and Unblock the Notifications
