મલાઈકા અરોરાએ લેકમે ફેશન વીકના રેમ્પ વૉકમાં બતાવી હૉટ અદાઓ, ઘાયલ થયા ફેન્સ
બૉલિવુડ દીવા અને ફેશન આઈકૉન મલાઈકા અરોરાએ લેકમે ફેશન વીકના ત્રીજા દિવસે રેમ્પ વૉક કરીને લોકોની દિલ જીતી લીધુ.
બૉલિવુડ દીવા અને ફેશન આઈકૉન મલાઈકા અરોરાએ લેકમે ફેશન વીકના ત્રીજા દિવસે રેમ્પ વૉક કરીને લોકોની દિલ જીતી લીધુ. મલાઈકા અરોરા અબીર અને નાનકીના લેબલ લિમેરિક માટે શો સ્ટૉપર હતી. ખૂબ જ સ્ટાઇલિશ બ્લાઉઝ અને સ્કર્ટમાં મલાઈકાની સ્ટાઈલ રેમ્પ પર જોવા જેવી હતી. તેની તસવીરોથી સ્પષ્ટ થાય છે કે તેને સુપર મૉડલનુ બિરુદ શા માટે આપવામાં આવ્યુ છે.

મલાઈકાની બૉલિવુડમાં એન્ટ્રી
તમને જણાવી દઈએ મલાઈકા અરોરાએ છૈયા છૈયા સાથે બૉલીવુડમાં રાતોરાત સ્ટારડમ હાંસલ કર્યુ. આ પછી તે ફિલ્મોની આઈટમ ક્વીન બની ગઈ. છૈયા છૈયાથી મુન્ની સુધીની તેની સફર મોટા પડદા પર યાદગાર રહી છે.

ટીવી પર પણ મચાવી રહી છે ધૂમ
વળી, મલાઈકા અરોરા ઘણા રિયાલિટી શોની જજ તરીકે નાના પડદા પર જોવા મળી છે. તેના અંગત જીવનમાં મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે અને તેમના લગ્નના સમાચારો અવારનવાર આવતા રહે છે પરંતુ હાલમાં તેની પાસે આ અંગે કોઈ પ્લાન નથી.
મલાઈકાએ બતાવ્યા બિહાઈન્ડ ધ સીન્સ
મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેના ફેશન વીકની કેટલીક પડદા પાછળની ઝલક શેર કરી. તેણે ઇવેન્ટ માટે તૈયાર થતાંની સાથે પોતાની એક સેલ્ફી શેર કરી, અને ફેશન શો પહેલાં તેના ફોટા માટે પોઝ આપતા અને પ્રેક્ષકોના ઉત્સાહ વચ્ચે તેના રેમ્પ પર ચાલતા કેટલાક વીડિયો પણ શેર કર્યા.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી












Click it and Unblock the Notifications
