બર્લિનની ગલીઓ અર્જૂન કપૂર સાથે રોમાન્સ કરતી જોવા મળી મલાઈકા અરોરા, જુઓ ફોટો
બોલિવૂડમાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની લવ સ્ટોરીની ખુબ બોલબાલા છે. હવે આ કપલ બર્લિન પહોંચ્યુ છે. અહીં મલાઈકા અર્જુન કપૂર સાથે બર્લિનની ગલીઓમાં રોમાન્સ કરતી જોવા મળી છે. બન્નેના ફોટો વાયરલ થઈ રહ્યા છે.
અર્જુન કપૂરે હાલમાં જ મલાઈકા અરોરા સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળી રહ્યા છે. ફોટોમાં બન્ને ખુશ દેખાઈ રહ્યા છે અને રસ્તાઓ પર પોઝ આપી રહ્યા છે.

ફોટોમાં જોઈ શકાય છે કે, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બર્લિનની સડકો પર મોજથી ફરી રહ્યા છે. અર્જુન કપૂરે મલાઈકા સાથે એક રોમેન્ટિક તસવીર શેર કરી છે. એક ફોટોમાં બંને લિફ્ટમાં પોઝ આપતા જોવા મળી રહ્યા છે.
ફેન્સ મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની આ તસવીરોને પસંદ કરી રહ્યા છે. આ તસવીરો શેર કરતા અર્જુન કપૂરે કેપ્શન લખ્યું કે, પ્રેમ સાથે. આ સાથે તેણે રેડ હાર્ટનું ઈમોજી શેર કર્યું છે. હવે આ ફોટો આગની જેમ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
