Video: મલાઈકા અરોરા છૂપાવવા લાગી પગની ઈજાનુ નિશાન, લોકોએ કહ્યુ - ગરમ તવા પર બેસી ગઈતી કે શું?
Malaika Arora With Scar: બૉલિવુડ એક્ટ્રેસ અને ફિટનેસ ફ્રીક મલાઈકા અરોરા વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેના પગ પર ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે. મલાઈકાની જાંઘ પર ઈજાના નિશાન જોઈને તેના ચાહકો પરેશાન છે.
મલાઈકા અરોરા તેના લુક અને ફિગરને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. તે ઘણીવાર જીમ લુકમાં જોવા મળે છે. તાજેતરમાં જ એક્ટ્રેસ એક સલૂનની બહાર જોવા મળી હતી અને તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

મલાઈકા અરોરા બ્લેક ટી-શર્ટ સાથે ગ્રે પ્રિન્ટેડ શોર્ટ્સ પહેરીને સલૂનની બહાર જોવા મળી હતી. આ દરમિયાન તેણે આછા ગુલાબી ચપ્પલ અને કાળા ગોગલ્સ પહેર્યા હતા. પરંતુ બધાનું ધ્યાન મલાઈકાના પગ તરફ ગયું. અભિનેત્રીના જમણા પગની ઉપરની બાજુએ એક મોટું નિશાન દેખાતું હતું, જે બળી ગયેલું અથવા લોહીના ગંઠાઈ જવા જેવું દેખાતું હતું.
મલાઈકા અરોરાનો આ લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મલાઈકાના જમણા પગની જાંઘ પર કાળુ નિશાન સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે, જે ચોક્કસપણે કોઈના ઈજાનુ નિશાન છે. એટલું જ નહીં, વીડિયોમાં મલાઈકા પાપારાઝીથી આ નિશાન છુપાવતી પણ જોવા મળે છે.
મલાઈકા અરોરાનો આ વીડિયો સામે આવ્યા બાદ એક્ટ્રેસના ફેન્સની ચિંતા વધી ગઈ છે. જોકે, આ મામલે મલાઈકા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી અને ન તો તેણે આ વિશે કંઈ કહ્યું છે. કોઈ જાણતું નથી કે મલાઈકા અરોરાના પગ પર દેખાતા આ કાળા નિશાન ઈજાના કારણે છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ છે.
મલાઈકા અરોરાના પગ પર આટલું મોટું નિશાન જોઈને તેના ચાહકો તેના વિશે ચિંતિત છે. કેટલાક લોકો તેને ટ્રોલ કરવામાં પણ લાગી ગયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું છે - લાગે છે કે તે ગરમ તવા પર બેસી ગઈ છે. જ્યારે અન્ય એક વ્યક્તિએ લખ્યું છે - આને કહેવાય, છૂપાના ભી નહિ આતા, બતાના ભી નહિ આતા. આ સિવાય એક યુઝરે લખ્યું છે - જો તે ઈચ્છતી હોત તો ઈજાને છુપાવવા માટે શોર્ટ્સને બદલે કંઈક બીજું પહેરી શકતી હતી... પરંતુ એને તો બતાવવુ હતુ.
ઈજાના નિશાન જોઈને મલાઈકા અરોરાના ફેન્સ ઘણા ટેન્શનમાં જોવા મળી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક પ્રશંસકે લખ્યું- પૂલ સાઇડ પર લપસી ગઈ હોય એવુ લાગે છે. અન્ય એક ચાહકે લખ્યું છે - તેના એ પગને જુઓ. કંઈક થયું છે. કદાચ સ્વાસ્થ્ય સમસ્યા. એક યુઝરે દાવો કર્યો છે કે ભારે વજનની કસરતને કારણે બ્લડ ક્લૉટ થયું છે.












Click it and Unblock the Notifications
