માત્ર 12 કરોડમાં બનેલી મલયાલમ ફિલ્મ '2018' બૉક્સ ઑફિસ પર સાબિત થઈ બ્લૉકબસ્ટર, હવે હિંદીમાં થશે રિલીઝ
નવી દિલ્લીઃ કેરળમાં હાલમાં એક ફિલ્મ રિલીઝ થઈ છે. જે વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે. આ ફિલ્મનુ નામ છે '2018'. ફિલ્મની વાર્તા, દિગ્દર્શન અને અભિનયની જોરદાર પ્રશંસા થઈ રહી છે.
થિયેટર્સમાં ફિલ્મ હાઉસફૂલ જઈ રહી છે. જેની માહિતી ફિલ્મના એક્ટરે ટ્વિટર પર આપી હતી. હવે આ ફિલ્મ હિંદીમાં પણ રિલીઝ કરવાની તૈયારી છે. મિન્નલ મુરલી ફેમ એક્ટર ટોવિનો થોમસ આ ફિલ્મમાં લીડ રોલમાં છે.

2018માં કેરળમાં આવેલા પૂર પર આધારિત આ ફિલ્મે પ્રથમ ત્રણ દિવસમાં લગભગ 9.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે શુક્રવારે રૂ. 1.75 કરોડ, શનિવારે રૂ. 3.25 કરોડ અને રવિવારે રૂ. 4.20 કરોડનું કલેક્શન કર્યુ હતુ. આ રીતે ફિલ્મ કલેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના જોરદાર વખાણ પણ થઈ રહ્યા છે.
મલયાલમ ફિલ્મ 2018નું બજેટ લગભગ 12 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ રીતે આ ફિલ્મ ખૂબ જ મર્યાદિત બજેટમાં બની છે. ફિલ્મને સતત વધી રહેલા પ્રતિસાદને જોતા, આગામી દિવસોમાં ફિલ્મનું વધુ શાનદાર કલેક્શનની અપેક્ષા છે.
મલયાલમ ફિલ્મ '2018' 5 મેના રોજ કેરળના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મનું નિર્દેશન જુડ એન્થોની જોસેફે કર્યું છે. આ ફિલ્મમાં ટોવિનો થોમસ, કુંચકો બોબન, આસિફ અલી, વિનીથ શ્રીનિવાસન, અપર્ણા બાલામુરલી છે. વિવેચકો અને લોકો ફિલ્મના જોરદાર વખાણ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
