For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'રેપ કેસ માટે મલ્લિકા શેરાવતની ફિલ્મો જવાબદાર' - યુઝરના આ આરોપ પર ભડકી અભિનેત્રી

દેશમાં જે રીતે રેપની ઘટનાઓ બની રહી છે તેને પણ હવે ફિલ્મો સાથે જોડી દેવામાં આવી છે. હાલમાં જ એક યુઝરે કંઈક એવુ પોસ્ટ કર્યુ છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ દેશમાં બની રહેલ ઘટનાઓ માટે ઘણી વાર લોકો ફિલ્મોને ટાર્ગેટ કરે છે અને તેના કન્ટેન્ટ પર સવાલ ઉઠાવવામાં આવે છે. ફિલ્મો સૌથી સૉફ્ટ ટાર્ગેટ માનવામાં આવે છે. હાલમાં દેશમાં જે રીતે રેપની ઘટનાઓ બની રહી છે તેને પણ હવે ફિલ્મો સાથે જોડી દેવામાં આવી છે. હાલમાં જ એક યુઝરે કંઈક એવુ પોસ્ટ કર્યુ છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે. આ યુઝરે મલ્લિકા શેરાવત અને તેની ફિલ્મો વિશે એક કમેન્ટ કરી હતી ત્યારબાદ અભિનેત્રીએ યુઝરને જડબાતોડ જવાબ આપ્યો છે.

અહીં કંઈ બદલાવાનુ નથી

અહીં કંઈ બદલાવાનુ નથી

ઉલ્લેખનીય છે કે મલ્લિકા શેરાવતે હાલમાં જ થયેલ હાથરસ ગેંગરેપ કેસમાં ટ્વિટ કરીને લખ્યુ હતુ કે... 'જ્યારે આ દેશના લોકો મહિલાઓ પ્રત્યે પોતાની મધ્યકાલીન ભાવનામાં ફેરફાર નહિ કરે, અહીં કંઈ બદલાવાનુ નથી.' આ સાથે તેણે હાથરસ અને નિર્ભયાનુ હેશટેગ નાખ્યુ હતુ.

યુઝરે લખ્યુ

યુઝરે લખ્યુ

આ વાતનો જવાબ આપીને યુઝરે લખ્યુ કે.. જે રીતે તમે ફિલ્મોમાં ભૂમિકા નિભાવી છે, શું તે તમારા આ નિવેદનનો વિરોધ નથી કરતી. શું તમને નથી લાગતુ કે જે રીતના મેસેજ તમે પોતાની ફિલ્મોમાં આપો છો તે પણ એક મહત્વની ભૂમિકા નિભાવે છે.

મલ્લિકાનો જવાબ

મલ્લિકાનો જવાબ

ફેરફાર સૌથી પહેલા એ જ વ્યક્તિથી શરૂ થવો જોઈએ જે આ વિશે વાત કરી રહ્યો છે. મલ્લિકા શેરાવતને આ વાત બિલકુલ ગમી નહિ અને તેણે લખ્યુ કે, 'તો તમને લાગે છે કે મારી ફિલ્મો દુષ્કર્મને આમંત્રણ આપે છે. તમારા જેવાઓના વિચારોના કારણે જ મહિલાઓનુ આ સમાજમાં શાંતિથી રહેવુ મુશ્કેલ છે. જો તમને મારી ફિલ્મોથી પ્રોબ્લેમ હોય તો તેને બિલકુલ ના જોશો.'

સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ

મલ્લિકા શેરાવતનો આ જવાબ ખૂબ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર પોતાનુ મંતવ્ય શેર કરી રહ્યા છે. મલ્લિકા શેરાવત પોતાની વાત બેઝીઝક કહેવા માટે જાણીતી છે અને તે ઘણીવાર પોતાના વિચારો બધા સામે રાખે છે જેને લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે.

પહેલા માનહાનિ મામલે ઋચાની માફી માંગવા તૈયાર હતી પાયલ...પહેલા માનહાનિ મામલે ઋચાની માફી માંગવા તૈયાર હતી પાયલ...

English summary
Maliika sherawat angry reply to a user who says that her movies also responsible for rape cases.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X