મલ્લિકા શેરાવતે ડાયરેક્ટરની ડિમાંડ પર કપડા વિના આપવા પડ્યા એડલ્ટ સીન? કહ્યુ - પાછળ પડી ગયા હતા...
2010માં રિલીઝ થયેલી ફિલ્મ હિસ્સમાં મલ્લિકાએ ખૂબ જ બોલ્ડ અને કિસિંગ સીન આપ્યા હતા. હાલમાં મલ્લિકાએ પોતાના એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેણે આ સીન કોના કહેવાથી કર્યા હતા.
Mallika Sherawat On Adult Scene: મલ્લિકા શેરાવતનુ નામ સાંભળતા જ લોકોના મનમાં તેની ફિલ્મ 'મર્ડર'વાળા બોલ્ડ સીન ફરવા લાગે છે. મલ્લિકાએ પોતાના બોલ્ડનેસ અને બિન્દાસ અંદાજથી ફિલ્મોમાં પોતાની અલગ જ ઓળખ ઉભી કરી હતી. ત્યારબાદ તેણે ફિલ્મ 'હિસ્સ'માં પણ પોતાના અંદાજથી લોકોને ખુશ કરી દીધા. વર્ષ 2010માં રિલીઝ થયેલી ફિલ્મ હિસ્સમાં મલ્લિકાએ ખૂબ જ બોલ્ડ અને કિસિંગ સીન આપ્યા હતા. હાલમાં મલ્લિકાએ પોતાના એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેણે આ સીન કોના કહેવાથી કર્યા હતા.

હિસ્સ ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા
મલ્લિકાએ ઘણા ઈન્ટરવ્યુમાં આ દ્રશ્યોનો ઉલ્લેખ કર્યો છે. તેણે જણાવ્યુ હતુ કે અગાઉ તેણે ઘણી ફિલ્મોમાં ન્યૂડ દ્રશ્યો આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. મલ્લિકાએ કહ્યુ હતુ કે, 'મે ડાયરેક્ટરની ડિમાન્ડ પર હિસ્સ ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા. વાસ્તવમાં ડિરેક્ટર સંપૂર્ણપણે મક્કમ હતા.
હું આ સીન તો બિલકુલ નહિ કરી શકુ
ડિરેક્ટરે કહ્યુ કે બાળક જ્યારે જન્મે છે ત્યારે શું તે કપડાં પહેરીને જન્મે છે? એ છોકરી જ્યારે સાપ બની જશે ત્યારે શું કપડાં પહેરીને સાપ બની જશે? જ્યારે ડિરેક્ટર ના માન્યા ત્યારે મે પણ મર્યાદાની રેખા ખેંચી દીધી કે હું આ સીન તો બિલકુલ નહિ કરી શકુ.
'દ્રૌપદીનુ વસ્ત્રાહરણ કરવામાં આવ્યુ ત્યારે બધાએ મઝા લીધી'
ઇન્ટરવ્યુમાં મલ્લિકા શેરાવતે હિસ્સમાં કરવામાં આવેલા ન્યૂડ સીનની તુલના દ્રૌપદીના વસ્ત્રાહરણ સાથે કરી હતી. તેણે કહ્યુ હતુ કે, 'આ યુગ એવો છે કે જ્યારે દ્રૌપદીનુ વસ્ત્રાહરણ કરવામાં આવ્યુ ત્યારે બધાએ મઝા લીધી હતી. હિસ્સમાં ન્યૂડ સીન બોડી ડબલ દ્વારા કરવામાં આવ્યા હતા. ફિલ્મમાં ઈલ્યુઝન ક્રિએટ કરવામાં આવ્યુ હતુ અને પોસ્ટ પ્રોડક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
