મલ્લિકા શેરાવતનો માસ્ક વિના રનિંગ કરતો Video વાયરલ, લોકોએ કરી ટ્રોલ
મલ્લિકા શેરાવતનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે મંગળવારની સાંજે મુંબઈના બાંદ્રામાં દોસ્તો સાથે રનિંગ કરતી દેખાઈ હતી.
અનલૉક 1 સાથે જ ઘણી સ્ટાર્સ રસ્તા પર નીકળી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ સૈફ અલી ખાન, કરીના કપૂર પોતાના દીકરા તૈમૂર સાથે મરીન ડ્રાઈવ પર માસ્ક વિના દેખાયા હતા. જેના પર તે જોરદાર ટ્રોલ થયા હતા. હવે આવી જ રીતે મલ્લિકા શેરાવત પણ રસ્તા પર નીકળી છે. મલ્લિકા શેરાવતનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે મંગળવારની સાંજે મુંબઈના બાંદ્રામાં દોસ્તો સાથે રનિંગ કરતી દેખાઈ હતી. જો કે પહેલા તેણે પોતાનુ માસ્ક પહેર્યુ હતુ પરંતુ બાદમાં આ માસ્ક કાઢી નાખ્યુ હતુ. રનિંગ દરમિયાન પોતાનુ માસ્ક હાથમાં લઈને તે દોડવા લાગી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો મલ્લિકાને ટ્રોલ કરવા લાગ્યા હતા.

પોતાના ફોલોઅર્સને શું મેસેજ આપશો?
એક યુઝરે લખ્યુ કે તમને ઘણા લોકો ફૉલો કરે છે. જો તમે આવી હરકત કરશો તો કેવી રીતે ચાલશે? વળી, એક ફેને લખ્યુ છે કે આ રીતે માસ્ક વિના તમે પોતાના ફોલોઅર્સને શું મેસેજ આપશો? મલ્લિકાના આ વીડિયોને વીરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે મલ્લિકા શેરાવત પહેલા પણ ઘણા સ્ટાર્સ લૉકડાઉન ખુલતા જ પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા છે, અહીં જુઓ...

અરબાઝની ગર્લફ્રેન્ડ
ડૉગીને ફરવા લઈને નીકળી અરબાઝની ગર્લફ્રેન્ડ જૉર્જિયા એંડ્રાનીને પણ સ્પૉટ કરવામાં આવી. તે પોતાના ડૉગી સાથે જોવા મળી.

વૉક કરવા નીકળી રકુલ પ્રીત
દોસ્તો સાથે રકુલ પ્રીત સિંહ વૉક કરવા ઘરની બહાર નીકળી. રકુલે વીડિયો પણ બનાવ્યો અને બહારનો નઝારો ફેન્સને બતાવ્યો.

તારા પણ દેખાઈ
સ્ટુડન્ટ ઑફ ધ યર ફેમ તારા સુતારિયા પણ ઘરની બહાર માસ્ક લગાવેલી સ્પૉટ થઈ. તેના ઘણા ફોટા સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે.

દિશા પટાની પણ દેખાઈ બહાર
લૉકડાઉન ખુલતા જ દિશા પટાની પણ કોઈ ક્લીનિકની બહાર જોવા મળી હતી.












Click it and Unblock the Notifications
