મલ્લિકા શેરાવત 11 વર્ષ પહેલા કમલા હેરિસ સાથે પાર્ટી કરી ચૂકી છે, ફોટો વાયરલ
કમલા હેરિસના ચૂંટણી જીતતા જ તેમનો એક ફોટો હવે વાયરલ થઈ રહ્યો છે અને ફોટામાં બૉલિવુડની હૉટ અભિનેત્રી મલ્લિકા શેરાવત જોવા મળી રહી છે.
મુંબઈઃ જો બિડેન હવે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ છે અને ભારતીય મૂળના કમલા હેરિસ દેશના પહેલા મહિલા ઉપરાષ્ટ્રપતિ હશે. કમલા હેરિસના ચૂંટણી જીતતા જ તેમનો એક ફોટો હવે વાયરલ થઈ રહ્યો છે અને ફોટામાં બૉલિવુડની હૉટ અભિનેત્રી મલ્લિકા શેરાવત જોવા મળી રહી છે. આ પોટો મલ્લિકાએ જ શેર કર્યો હતો અને બંનેનો આ ફોટો 11 વર્ષ જૂનો છે. કમલા અમેરિકાના પહેલા એશિયન ઉપ-રાષ્ટ્રપતિ છે તો મલ્લિકાને બૉલિવુડને અમેરિકામાં લોકપ્રિય બનાવવાનો શ્રેય આપવામાં આવે છે.

પોતાની ફિલ્મ માટે કરી હતી મુલાકાત
કમલા હેરિસ અને મલ્લિકાની મુલાકાત વર્ષ 2009માં થઈ હતી અને આ દરમિયાન બંનેએ સાથે પાર્ટી કરી હતી. વર્ષ 2011માં મલ્લિકાએ એક ફિલ્મ 'પૉલિટિક્સ ઑફ લવ'માં ડેમોક્રેટિક કેમ્પેઈન વર્કરની ભૂમિકા નિભાવી હતી જે કમલા હેરિસ પર આધારિત હતી. મલ્લિકા પોતાની એ ફિલ્મની રિસર્ચ માટે વર્ષ 2009માં સેન ફ્રાન્સિસકો ગઈ હતી. આ દરમિયાન તેણે કમલા હેરિસ સાથે મુલાકાત કરી હતી. મલ્લિકાનો આટલો જૂનો ફોટો હવે વાયરલ થઈ રહ્યો છે.

હું તેમનાથી ખૂબ જ પ્રભાવિત છુ
મલ્લિકાએ ફોટો શેર કરીને લખ્યુ હતુ કે, 'એક એવી મહિલા સાથે પાર્ટી કરી રહી છુ જેમના માટે સૌ કહે છે કે તે અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે.' વર્ષ 2009માં આ ફોટાને આ ભવિષ્યવાણી સાથે ટ્વિટ કર્યો હતો. ફેસબુક પર પણ મલ્લિકાએ પોતાની મુલાકાતના ફોટાને શેર કર્યો હતો. એ વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યુ હતુ, 'કમલા હેરિસ સાથે, સેન ફ્રાન્સિસકોના અટૉર્ની જનરલ. હું 'પૉલિટિક્સ ઑફ લવ'માં પોતાના રોલ માટે તેમનાથી ખૂબ જ પ્રભાવિત છુ.'

શત્રુઘ્ન સિન્હાએ પણ જોડ્યો કમલા સાથે સંબંધ
'પૉલિટિક્સ ઑફ લવ' મલ્લિકાની એક રોમેન્ટીક કૉમેડી ફિલ્મ હતી. જેને વિલિયમ ડીયરે ડાયરેક્ટ કરી હતી. બ્રાયન જે વ્હાઈટે આ ફિલ્મમાં મલ્લિકાના કો-એક્ટરની ભૂમિકા નિભાવી હતી. મલ્લિકા પહેલા શત્રુઘ્ન સિન્હાએ ખુલાસો કર્યો કે તેમના પરિવારનો ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે એક વિશેષ સંબંધ છે. સિન્હાએ ટ્વિટ દ્વારા આ સમાચારને શેર કરીને જણાવ્યુ કે તેમના મોટા ભાઈની દીકરી પ્રીતા અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે નજીકથી જોડાયેલી છે. અભિનેતામાંથી નેતા બનેલા સિન્હાએ કમલા સાથે પ્રીતાનો એક ફોટો પણ શેર કર્યો.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
