વ્હાઈટ સાડીમાં અપ્સરા બનીને પાણીમાં ઉતરી માલવિકા મોહનન, લુક જોઈને દિવાના થઈ જશો
આ દિવસોમાં સાઉથ સુપર સ્ટાર થલાપતિ વિજય સાથે અભિનેત્રી માલવિકા મોહનન પણ છવાયેલી છે. વિજય સાથે માસ્ટરમાં જોવા મળેલી માલવિકાએ હવે પાણીમાં આગ લગાવી દીધી છે.
અભિનેત્રી માલવિકા મોહનને હાલમાં જ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તેનો અપ્સરા અવતાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયર થઈ રહ્યો છે.

માલવિકાએ શેર કરેલા ફોટોમાં તે વ્હાઈટ સાડીમાં જોવા મળી રહી છે. માલવિકાનો લુક એટલો બોલ્ડ છે કે પાણીમાં આગ લાગી જાય. પાણી વચ્ચે પોઝ આપતી માલવિકા કમાલની હોટ એન્ડ બોલ્ડ લાગી રહી છે.
માલવિકાના આ ફોટો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયા છે. ફેન્સને માલવિકાનો આ અવતાર આકર્ષી રહ્યો છે. માલવિકા પણ દિલ ખોલીને પોઝ આપતી જોવા મળે છે.
માલવિકાએ પોતાના ફોટા શેર કરતા લખ્યું કે, જસ્ટ વોટર એન્ડ વ્હાઇટ. માલવિકાએ તેની ટીમનો પણ આભાર માન્યો છે.
માલવિકાના આ ફોટા પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. યૂઝર્સ હાર્ટ અને ફાયર ઈમોજી શેર કરીને આ ફોટાને લાઈક કરી રહ્યા છે. માલવિકાનો જન્મ 4 ઓગસ્ટ 1993ના રોજ થયો હતો. 30 વર્ષીય માલવિકાના પિતા કેયુ મોહનન સિનેમેટોગ્રાફર છે. માલવિકા મુંબઈમાં મોટી થઈ છે.
માલવિકાના તમામ ફોટા ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યા છે પરંતુ લોકોની નજર માલવિકાની કમર પર દેખાતા ટેટુ પર પણ ટકી છે. ફેન્સ તેને નોટીસ કરી રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે.
માલવિકાએ 2013માં મલયાલમ ફિલ્મ પટ્ટમ પોલથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આમાં તેની સામે દુલકર સલમાન લીડ રોલમાં હતો.












Click it and Unblock the Notifications
