Mamta Kulkarni Life Story : ડ્રગ્સ અને અંડરવર્લ્ડથી લઈને સન્યાસ સુધી, વિવાદોથી ભરેલી મમતા કુલકર્ણીની લાઈફ

Mamta Kulkarni Sanyas in Mahakumbh 2025 : એક જમાનાની ટોપ અભિનેત્રી રહેલી મમતા કુલકર્ણીએ અધ્યાત્મનો રસ્તો પસંદ કર્યો છે અને દિક્ષા લઈને મહામંડલેશ્વર બની છે.

મમતા કુલકર્ણીની લાઈફ સ્ટોરી ઘણા મોટા વિવાદોથી ભરેલી છે. મમતાએ તેની લાઈફમાં ઘણા ઉતાર ચડાવ જોયા છે. ક્યારેક બોલ્ડ અભિનેત્રી રહેલી મમતા કુલકર્ણીએ ભગવા ધારણ કરીને લોકોને ચૌકાવી દીધા છે.

Mamta Kulkarni Life Story

મમતા કુલકર્ણીએ પ્રયાગરાજના મહાકુંભમાં કિન્નર અખાડામાં જોડાઈને સન્યાસ લીધો છે. હવે તેણીનું નામ બદલીને યામાઈ મમતા નંદ ગિરિ રાખવામાં આવ્યું છે. નવી ઓળખ સાથે મમતાએ કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી પાસેથી આશીર્વાદ લીધા અને પવિત્ર સંગમ કિનારે પિંડદાન કર્યું.

મમતા કુલકર્ણીનું નામ બોલિવૂડમાં તેની બોલ્ડ ઈમેજ તેમજ વિવાદોને કારણે હેડલાઇન્સમાં રહ્યું છે.

ટોપલેસ ફોટોશૂટ : 1993 માં મમતાએ એક મેગેઝિન માટે ટોપલેસ પોઝ આપીને સનસનાટી મચાવી હતી. આ તે સમય માટે ખૂબ જ બોલ્ડ પગલું હતું અને તે રાતોરાત વિવાદનું કેન્દ્ર બની ગઈ હતી.

અંડરવર્લ્ડ કનેક્શન : 80 અને 90 ના દાયકામાં બોલિવૂડ પર અંડરવર્લ્ડનો ઊંડો પ્રભાવ હતો. મમતાનું નામ ગેંગસ્ટર છોટા રાજન સાથે જોડાયું હતું. જો કે, છોટા રાજન દેશ છોડી ગયા પછી આ સ્ટોરી ખતમ થઈ ગઈ.

ડ્રગ્સ દાણચોરીનો કેસ : 2016 માં મમતાનું નામ એક મોટા ડ્રગ્સ દાણચોરીના કેસમાં સામે આવ્યું હતું, જેમાં તેનો કથિત પતિ વિક્કી ગોસ્વામી પણ સામેલ હતો. તેના પર 2000 કરોડ રૂપિયાના ડ્રગ કાર્ટેલમાં સામેલ હોવાનો આરોપ હતો. જો કે, મમતાએ હંમેશા પોતાને નિર્દોષ ગણાવી.

મમતા પર દુબઈના ડ્રગ માફિયા વિક્કી ગોસ્વામી સાથે લગ્ન કરવાનો આરોપ હતો. મમતાએ આ અહેવાલોને ફગાવી દીધા અને કહ્યું કે હવે તેનો પહેલો પ્રેમ ઈશ્વર છે.

મમતા કુલકર્ણીએ 2013 માં તેના પુસ્તક આત્મકથા ઓફ અ યોગિનીમાં, ભગવાનને પોતાનું જીવન સમર્પિત કરવા વિશે વાત કરી છે. આ પુસ્તકમાં તેણીએ લખ્યું કે, કેટલાક લોકો દુનિયા માટે જન્મે છે, અને કેટલાક ભગવાન માટે. હું ભગવાન માટે જન્મી છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X