For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

21 લાખની લોનના કેસમાં ઘેરાઈ શિલ્પા શેટ્ટી, જાણો સમગ્ર મામલો

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પરિવારને લોનને કારણે કોર્ટના ચક્કર કાપવા પડી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પરિવારને લોનને કારણે કોર્ટના ચક્કર કાપવા પડી રહ્યા છે. વાસ્તવમાં શિલ્પા શેટ્ટીના દિવંગત પિતા સુરેન્દ્ર શેટ્ટીએ બિઝનેસ માટે 21 લાખ રૂપિયાની લોન લીધી હતી જેના કારણે આ કેસમાં અરજીકર્તાએ પરિવાર સામે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ સમગ્ર મામલે શિલ્પા શેટ્ટીનું કહેવુ છે કે તેમની પોતાના પિતાના બિઝનેસમાં કોઈ પણ પ્રકારની દખલ નથી.

આ મારો કાર મિકેનિક હતો

આ મારો કાર મિકેનિક હતો

વાસ્તવમાં પરહદ આમરા કે જે ઑટોમોબાઈલ એજન્સીનો પ્રોપરાઈટર છે તેણે શિલ્પા શેટ્ટી, બહેન શમિતા શેટ્ટી અને મા સુનંદા શેટ્ટી સામે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ત્યારબાદ શિલ્પા શેટ્ટીએ નિવેદન જાહેર કરીને કહ્યુ કે હું ક્યારેય પણ મારા પિતાના બિઝનેસમાં શામેલ નહોતી અને મને તેમની કંપનીની નાણાકીય ડીલિંગની જાણકારી પણ નથી. આ વ્યક્તિ મીડિયાને આ મામલે ગુમરાહ કરી રહ્યો છે. હું તેને મારા કાર મિકેનિકની હેસિયતથી જાણુ છુ તેનાથી વધુ કંઈ નહિ.

પિતાને આપ્યા હતા પૈસા

પિતાને આપ્યા હતા પૈસા

આ તરફ આમરાએ દાવો કર્યો છે કે જુલાઈ 2015માં તેણે શિલ્પાના પિતાને તેમના બિઝનેસ માટે નાણાંકીય મદદ કરી હતી. બધી લેવડદેવડ ચેક દ્વારા થઈ હતી અને તે તેમની ફર્મ કૉરગિફ્ટના નામ પર થઈ છે. આમરાનું કહેવુ છે કે સુરેન્દ્રએ તેમને જણાવ્યુ હતુ કે આ વાતની જાણકારી તેમની પુત્રીઓ અને પત્નીને છે. પરંતુ જ્યાં સુધી તે આ ચૂકવણી કરતા ત્યાં સુધી 11 ઓક્ટોબર 2016માં તેમનુ નિધન થઈ ગયુ. ત્યારબાદથી શિલ્પા શેટ્ટી, શમિતા શેટ્ટી અને તેમની માએ તેમના પૈસા પાછા આપવાનો ઈનકાર કરી દીધો.

બે વર્ષ પહેલા પહેલી નોટિસ

બે વર્ષ પહેલા પહેલી નોટિસ

આ કેસમાં શિલ્પા શેટ્ટીને પહેલી કાયદાકીય નોટિસ 23 એપ્રિલ 2017 ના રોજ મોકલવામાં આવી હતી. જેના જવાબમાં શિલ્પા શેટ્ટીએ પરહદ પર આરોપ લગાવ્યો હતો કે તેની પાસેથી અમારે પૈસા લેવાના બાકી છે. ત્યારબાદથી જ પરહદે જૂહુ સ્થિત પોલિસ સ્ટેશન પર શિલ્પા શેટ્ટી અને તેમના પરિવાર સામે કેસ નોંધાવ્યો હતો.

29 જાન્યુઆરીએ થશે સુનાવણી

29 જાન્યુઆરીએ થશે સુનાવણી

પોલિસ સ્ટેશનમાં પરહદે જણાવ્યુ કે આ કેસમાં તેમને સિવિલ કોર્ટમાં જવુ પડશે જ્યાં તે પોતાની ફરિયાદ દાખલ કરાવી શકે છે. ત્યારબાદ પરહદે એક વ્યક્તિગત ફરિયાદ અંધેરી સ્થિત મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં નોંધાવી. આ કેસની આગામી સુનાવણી 29 જાન્યુઆરીએ થશે. શિલ્પા શેટ્ટીએ પોતાના ઉપર કોઈ પણ પ્રકારનું દેવુ હોવાનો ઈનકાર કર્યો છે.

આ પણ વાંચોઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નહિ દેખાય દયાબેન? આ હોઈ શકે છે મોટુ કારણઆ પણ વાંચોઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નહિ દેખાય દયાબેન? આ હોઈ શકે છે મોટુ કારણ

English summary
Man drags Shipla Shetty in court for 21 lakh rs loan she calls him her mechanic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X