Hot:બિકિનીમાં આ એક્ટ્રેસને જોઇને કદાચ SRK પણ દંગ રહી જાય!

Posted By:
Subscribe to Oneindia News

બોલિવૂડની હોટેસ્ટ મોમ મંદિરા બેદી હાલ શ્રીલંકામાં વેકેશન માણી રહી છે. તેણે પોતાના ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથેના કેટલાક સુંદર ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. મંદિરા બેદી બિકિનીમાં સુપરહોટ લાગી રહી છે. બોલિવૂડમાં બાળકના જન્મ બાદ એકદમ ઝડપથી ફરી શેપમાં આવનાર એક્ટ્રેસિસમાં મંદિરા બેદીનું નામ આવે છે.

મંદિરાએ બોલિવૂડમાં શાહરૂખ ખાન સાથેની ફિલ્મ DDLJથી પદાર્પણ કર્યું હતું. હવે કદાચ શાહરૂખ પણ મંદિરાનો આ અવતાર જોઇને દંગ રહી જતા હશે, કારણ કે તે માતા બન્યા પછી વધારે ને વધારે સુંદર દેખાતી જાય છે. વિશ્વાસ ન થતો હોય તો જુઓ આ તસવીરો...

શહેરના શોર-બકોરથી દૂર

શહેરના શોર-બકોરથી દૂર

મંદિરા બેદી ગાલ શ્રીલંકામાં હેલિડે પર છે. શહેરના શોર-બકોરથી દૂર તે અહીં પોતાનો ક્વોલિટી ટાઇમ ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે સ્પેન્ડ કરી રહી છે. મંદિરા અવાર-નવાર પોતાના પુત્ર અને પતિ સાથે હોલિડે પર જાય છે. તેના આ શ્રીલંકાના ફોટોઝ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.

બોલિવૂડ પ્રોજેક્ટ્સ અંગે

બોલિવૂડ પ્રોજેક્ટ્સ અંગે

થોડા સમય પહેલા મંદિરા બેદીને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે, તેણે કોઇ બોલિવૂડ પ્રોજેક્ટ્સ સાઇન કર્યા છે કે કેમ, તો તેણે કહ્યું હતું કે, મને નથી લાગતું હાલ મને અને બોલિવૂડને કોઇ લેવા-દેવા છે. મને રોલ મળે તો પણ ભાભી કે બહેનનો રોલ આપવામાં આવશે. હા, જો કોઇ ખરેખર સંતોષજનક રોલ હશે તો હું ચોક્કસ કરીશ.

DDLJ થી શરૂઆત

DDLJ થી શરૂઆત

મંદિરા બેદીએ ફિલ્મોમાં DDLJથી પદાર્પણ કર્યું હતું. કહેવાય છે કે, ફિલ્મના એક સોંગના શૂટિંગમાં તે એટલી નર્વસ થઇ ગઇ હતી કે, વારંવાર રિટેક લેવાની જરૂર પડી હતી. આ સોંગમાં તેની સાથે શાહરૂખ પણ હતા. શાહરૂખે મંદિરાને ખૂબ શાંતિથી સોંગ્સના તમામ સ્ટેપ્સમાં મદદ કરી હતી અને અનેક રિટેક છતાં શાહરૂખે કંટાળ્યા કે ગુસ્સે થયા વગર મંદિરા સાથે શૂટિંગ પૂર્ણ કર્યું હતું.

IPLમાં શાહરૂખનો ઇન્ટરવ્યુ

IPLમાં શાહરૂખનો ઇન્ટરવ્યુ

આ કિસ્સાના અનેક વર્ષે બાદ IPL ના હોસ્ટ તરીકે મંદિરાએ શાહરૂખનો ઇન્ટરવ્યુ લીધો હતો. ત્યારે તેણે શાહરૂખને પૂછ્યું હતું કે, મેચમાં તમારી ટીમ તમારી લીડિંગ એક્ટ્રેસિસ(શિલ્પા શેટ્ટી અને પ્રીટિ ઝિંટા) સામે રમશે. આનાથી શું તમારા વ્યક્તિગત સંબંધો પર અસર પડશે? શાહરૂખે રમતમાં આનો જવાબ આપતાં કહ્યું હતું કે, બિલકુલ નહીં, મેં એમના કરિયર શરૂ કર્યાં છે અને મેં તારું પણ તો કરિયર શરૂ કર્યું છે મંદિરા!

ટીવીની 'શાંતિ'

ટીવીની 'શાંતિ'

મંદિરા બેદીએ ફિલ્મો પહેલાં ટીવી સિરિયલમાં કામ કર્યું હતું. તેની પ્રથમ સિરિયલ શાંતિ ખૂબ સુપરહિટ રહી હતી. જો કે, ફિલ્મોમાં મંદિરાનું નસીબ ખાસ ન ચાલ્યું. તે મોટેભાગે સાઇડ રોલ્સમાં જોવા મળી. ટીવીમાં છેલ્લે તે વર્ષ 2016માં હિસ્ટ્રી ટીવીના શો ઇન્ડિયાઝ ડેડલિએસ્ટ રોડ્સમાં જોવા મળી હતી.

ક્રિકેટ હોસ્ટ તરીકે થઇ ફેમસ

ક્રિકેટ હોસ્ટ તરીકે થઇ ફેમસ

મંદિરા બેદીએ વર્ષ 2003 અને 2007માં આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ હોસ્ટ કર્યા હતા, આ માટે તે ખાસી ફેમસ થઇ હતી. ક્રિકેટ ગેમ હોસ્ટ કરનાર તે પહેલી જાણીતી અને લોકપ્રિય ભારતીય એક્ટ્રેસ છે. આ સિવાય તેણે વર્ષ 2004 અને 2006માં ચેમ્પિયન્સ ટ્રોફી તેમજ આઇપીએલની સિઝન 2 અને 3 પણ હોસ્ટ કરી છે.

ફેશન ડિઝાઇનર પણ છે મંદિરા બેદી

ફેશન ડિઝાઇનર પણ છે મંદિરા બેદી

મંદિરા બેદી ફેશન ડિઝાઇનર પણ છે. લેકમે ફેશન વિક 2014માં તેણે પોતાનું સાડી કલેક્શન રજૂ કર્યું હતું અને આ સાથે જ તેણે ફેશન ડિઝાઇનર તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેણે 26, ઓક્ટોબર, 2013ના રોજ પોતાના સિગ્નેચર સારી કલેક્શનનો એક સ્ટોર પણ લોન્ચ કર્યો હતો.

45 વર્ષીય અભિનેત્રી

45 વર્ષીય અભિનેત્રી

મંદિરાની આ તસવીરો જોઇને તમે પણ કહેશો કે તે દિવસે ને દિવસે મોટી નહીં, નાની દેખાતી જાય છે. મંદિરા 45 વર્ષની છે, પરંતુ ફિટનેસના મામલે તે કોઇ 20 વર્ષીય યુવતીને ટક્કર આપી શકે એમ છે.

પર્સનલ લાઇફ

પર્સનલ લાઇફ

મંદિરાએ વર્ષ 1999માં રાજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા. રાજ કૌશલ ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ટંટ ડાયરેક્ટર છે. વર્ષ 2011માં તેણે પુત્ર વીરને જન્મ આપ્યો હતો. થોડા સમય પહેલાં જ તેણે સોશિયલ મીડિયા પર પોતાના પ્રેગનન્સીના સમયની આ તસવીર પોસ્ટ કરી હતી. આ બંન્ને તસવીરો પરથી જ આઇડિયા આવે છે કે, બાળકના જન્મ બાદ મંદિરાએ પોતાના શેપમાં આવવા ખાસી મહેનત કરી છે.

English summary
Mandira Bedi holidays in Sri Lanka with her family & friends. Mandira is seen chilling by the pool sporting a bikini and looks superhot.
Please Wait while comments are loading...