મનીષ મલ્હોત્રાની ફિલ્મ ગુસ્તાખ ઇશ્કનું નવું ગીત ‘શહેર તેરે’ રિલીઝ
ફેશન જગતમાં જાણીતું નામ મનીષ મલ્હોત્રા હવે ફિલ્મોના નિર્માણ ક્ષેત્રે ઝંપલાવી રહ્યા છે. તેમની પ્રથમ ફિલ્મ 'ગુસ્તાખ ઇશ્ક – કુછ પહલે જેસા'નું ત્રીજું ગીત 'શહેર તેરે' તાજેતરમાં રિલીઝ થયું છે. આ પહેલા 'ઉલ જલૂલ ઇશ્ક' અને 'આપ ઇસ ધૂપ' ગીતોને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.
'શહેર તેરે' ગીત કોઈની પ્રતીક્ષાની ભાવનાને રજૂ કરે છે, જ્યાં સમય લાંબો લાગે છે પરંતુ આશા જીવંત રહે છે. આ ગીત વિરહ અને અધૂરી લાગણીઓને શબ્દોમાં ઢાળીને એક સુંદર કવિતાનું રૂપ આપે છે. શિયાળાની શાંતિ અને ચોમાસાની નમી જેવા વાતાવરણ સાથે આ ગીતમાં સમય અને લાગણીઓનું અદભૂત મિશ્રણ થયું છે.

ગીતમાં વિજય વર્મા અને ફાતિમા સના શેખની કેમેસ્ટ્રી આકર્ષક છે, જ્યારે નસીરુદ્દીન શાહ અને શારીબ હાશમીની ઉપસ્થિતિ તેને વધુ ઊંડાણ બક્ષે છે. સંગીત દિગ્ગજો વિશાલ ભારદ્વાજનું મધુર સંગીત, જાઝિમ શર્મા અને હિમાની કપૂરનો ભાવનાત્મક અવાજ તેમજ ગુલઝારના હૃદયસ્પર્શી શબ્દો આ ગીતને અનન્ય બનાવે છે.
મનીષ મલ્હોત્રા સ્ટેજ5 પ્રોડક્શન્સના બેનર હેઠળ નિર્માતા તરીકે આ ફિલ્મ દ્વારા જૂના જમાનાની પ્રેમકથા અને ઉત્સાહને નવા અંદાજમાં રજૂ કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન વિભૂ પુરીએ કર્યું છે અને મનીષના ભાઈ દીનેશ મલ્હોત્રા પણ તેના નિર્માણમાં જોડાયા છે.
આ ફિલ્મ ક્લાસિક સ્ટોરીટેલિંગ અને આધુનિક સિનેમાનો સુભગ સમન્વય છે, જે જૂની દિલ્હીની ગલીઓ અને પંજાબની હવેલીઓ વચ્ચે રચાયેલી એક અધૂરી પણ ગહન પ્રેમકથા કહે છે. 'ગુસ્તાખ ઇશ્ક' 21 નવેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
'શહેર તેરે' ગીત હવે ઝી મ્યુઝિક પર ઉપલબ્ધ છે, જે તમને અધૂરી લાગણીઓ અને નિર્ભેળ ઇચ્છાઓમાં ડૂબી જવાનો અવસર આપે છે.












Click it and Unblock the Notifications
