મનીષ મલ્હોત્રાની ફિલ્મ ગુસ્તાખ ઇશ્કનું પહેલું ગીત ઊલજલૂલ ઇશ્ક રિલીઝ
ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા હવે ફિલ્મોની દુનિયામાં એન્ટ્રી કરી રહ્યા છે. તેમના પ્રોડક્શન હાઉસ સ્ટેજ5 પ્રોડક્શન હેઠળ બનેલી પહેલી ફિલ્મ ગુસ્તાખ ઇશ્ક - કંઇક પહેલાં જેવુંનું પહેલું ગીત ઊલજલૂલ ઇશ્ક સમય પહેલાં જ રિલીઝ કરવામાં આવ્યું છે.
આ ગીતનુ ટીઝર રિલીઝ થતા તેને ઘણો પ્રેમ મળ્યો છે, જેના કારણે મનીષ મલ્હોત્રાએ આ ગીતને તરત જ રજૂ કરવાનો નિર્ણય લીધો. આ ફિલ્મ 21 નવેમ્બર 2025ના રોજ રિલીઝ થવાની છે, જે મનીષ મલ્હોત્રાની ફેશનથી સિનેમા તરફની સફર દર્શાવે છે.

ઊલજલૂલ ઇશ્ક ગીત પ્રેમની નિર્દોષ લાગણીઓ અને પહેલી મુલાકાતની યાદોને તાજી કરે છે. આ ગીતમાં ફાતિમા સના શેખ અને વિજય વર્માની સુંદર અને મજેદાર કેમિસ્ટ્રી જોઈ શકાય છે, જે ફિલ્મના એક અલગ જ મૂડને દર્શાવે છે.
આ ગીતને મ્યુઝિકના દિગ્ગજોએ તૈયાર કર્યું છે. વિશાલ ભારદ્વાજનું સંગીત, ગુલઝારના હૃદયસ્પર્શી શબ્દો અને ઓસ્કાર વિજેતા રેસુલ પુકુટીની ઉત્તમ સાઉન્ડ ડિઝાઈન તેને વધુ ખાસ બનાવે છે. શિલ્પા રાવ અને પાપોનના જાદુઈ અવાજે આ ગીતમાં એક નવો જ જાદુ ભરી દીધો છે.
મનીષ મલ્હોત્રાએ તેમના ભાઈ દિનેશ મલ્હોત્રા સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. આ ફિલ્મ દ્વારા તેઓ જૂના સમયની વાર્તાઓને આધુનિક સ્પર્શ આપીને ભારતીય સિનેમામાં એક નવો અધ્યાય શરૂ કરી રહ્યા છે.
દિગ્દર્શક વિભુ પુરીના નેતૃત્વમાં બનેલી આ ફિલ્મ જૂની દિલ્હીની ગલીઓ અને પંજાબની હવેલીઓમાં આકાર લેતી એક અનોખી પ્રેમકથા છે, જેમાં પ્રેમ, મૌન અને ઝંખનાના અનેક રંગો દર્શાવવામાં આવ્યા છે.
ઊલજલૂલ ઇશ્ક ગીત હવે ઝી મ્યુઝિક પર ઉપલબ્ધ છે તો તમે પણ આ ગીત સાથે ફરીથી પ્રેમમાં ખોવાઈ જવા માટે તૈયાર થઈ જાઓ.












Click it and Unblock the Notifications
